વાંકાનેર : લિંબાળા પાસે બુલેટ થાંભલા સાથે અથડાતા એકનું મોત, એકને ઇજા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખાંભાળા અને લીંબાળા ગામ વચ્ચે જતા વળાંકમાં અલીભાઇ ઉસ્માનભાઇ શેરસીયાની વાડી પાસેના રોડ પર લીંબાળાની સીમ પાસે બુલેટ બાઈક થાંભલા સાથે અથડાતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું. તેમજ પાછળની સીટ પર બેઠેલા એક શખ્સને ઇજા પહોંચી હતી.
વાંકાનેર તાલુકાના લીંબાળા ગામ પાસે અલીભાઇ ઉસ્માનભાઇ શેરસીયાની વાડી પાસેના રોડ પર બુલેટ બાઈક નં. જી.જે.-૦૩-જે.ક્યુ.-૨૯૦૦ ખાંભાળાથી લીંબાળા જતા વળાંકમાં વળાંક વાળી ન શકતા રોડની સાઇડમાં આવેલ બે થાંભલા સાથે મોટર સાઇકલ ભટકાઇ જવાથી ફંગોળાઇને પડી જતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં બાઈક ચાલક જગદીશભાઇ રમેશભાઇ બાબરીયા, (ઉ.વ. 20, રહે. માધાપર ચોકડી, બાબરીયા ફુલવાળી, તા.જી. રાજકોટ)ને મોઢા પર દાઢીના ભાગે ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે તેમનું મોત નીપજ્યું હતું. તેમજ બાઈક પર પાછળ બેઠેલ સંજયભાઇ કાળુભાઇ જાખેલીયા (ઉ.વ. ૩૦, ધંધો-મજુરી, રહે. માધાપર, કોળીવાસ, તા.જી. રાજકોટ)ને માથામાં સામાન્ય ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનએ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.