Placeholder canvas

હડમતીયામાં અબોલ પ્રાણીઓ પ્રત્યે માનવતા મહેકાવતા સામાજિક કાર્યકર

તાજેતરમાં જ માદા શ્વાને આઠ બચ્ચાને જન્મ આપતા બિમાર અવસ્થામાં સામાજિક કાર્યકર જોઈ જતા તત્કાલીન કરુણા એનીમલ હેલ્પલાઇન 1962 ની મદદ માંગી સારવાર અપાવી

ટંકારા તાલુકાના હડમતીયામાં આજે સવાર સવારમાં સામાજિક કાર્યકરની દુકાન પર એક શ્વાન માદાને જાણે કુદરતે મોકલી હોય તેમ સામાજિક કાર્યકરની દુકાનની બાજુમાં જ બિમાર અવસ્થામાં લથપથ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી.

આ દ્રશ્ય જીવદયા પ્રેમી રમેશભાઈ ખાખરીયા જોઈ જતા તત્કાલીન અસરથી રાજ્ય સરકારની અબોલ પશુઓની 1962 “કરુણા એનીમલ હેલ્પલાઈન” ની સેવા માંગતા તત્કાલીન અસરથી પાયલોટ વિપુલભાઈ પટેલ એનીમલ ડો. રાઘવ જોષી આવી પહોંચ્યા હતા શ્વાન માદાને તપાસી ઇન્જેક્શન આપી સ્વસ્થ કરવા કોશિષ કરી હતી અન્ય ગામમાં બે શ્વાસોની તપાસ કરી દવા આપી હતી.

આ બાબતે રાજ્ય સરકારની “કરુણા એનીમલ હેલ્પલાઇન 1962 ” નો સામાજિક કાર્યકર રમેશ ખાખરીયા એ આભાર વ્યક્ત કર્યો હતો આ કામમાં ભગવાનજીભાઈ ઝીંઝુવાડીયા, જેમલભાઈ સાટકા એ મદદ કરી હતી.

આ સમાચારને શેર કરો