Placeholder canvas

હળવદમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનારા બે નરાધમો પોલીસ ગિરફ્તમાં

હળવદમાં સગીરાને હવસનો શિકાર બનાવી વિડીયો અને ફોટોગ્રાફ્સ વાઇરલ કરવાની ધમકી આપી સતત એક વર્ષ સુધી શોષણ કરનારા બે નરાધમોને અંતે પોલીસે ઝડપી લીધા છે.

મળેલ માહિતી મુજબ સગીરા સાથે મિત્રતા કેળવ્યા બાદ અભ્યાસ કરતી સગીરાના બીભત્સ ફોટા અને વિડીયો શુટીંગ ઉતારી હળવદના બાંધકામ ધંધાર્થી દ્વારા બ્લેકમેલ શરૂ કરી વારંવાર સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને બાદમાં આ પાપમાં નરાધમનો મિત્ર પણ ભાગીદાર બન્યો હતો અને હેવાનિયતની હદ વટાવી સગીરાના ભાઈને મારી નાંખવાની ધમકી આપી સોસાયટી વિસ્તારમાં આવેલા એક મકાને લઈ જય બન્ને શખ્સોએ એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજારતા આ મામલે હળવદ પોલીસ મથકમાં જયેશ ચંદુભાઇ કણઝરીયા અને મેહુલ સવજીભાઇ હડીયલ વિરુદ્ધ પોક્સો સહિતની કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

દરમિયાન હળવદ પોલીસ મથકના પીઆઇ પી.એ. દેકાવાડીયાએ આરોપીઓને ઝડપી લેવા આશ્રય સ્થાનો ઉપર દરોડા પાડી હળવદના ખારીવાડી વિસ્તારમાં રહેતા જયેશ ચંદુભાઇ કણઝરીયા અને ગોરી દરવાજા વિસ્તારમાં રહેતા મેહુલ સવજીભાઇ હડીયલને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો