Placeholder canvas

વાંકાનેર: ઢુવામાં દૂધના ધંધામાં થયો ડખો, માલધારી બાખડ્યા

મારામારીની ઘટનામાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : તાલુકાના ઢુવા ગામ પાસે દુધનો વેપાર કરવાની બાબતે માલધારીઓ અંદરો અંદર બાખડયા હતા. જેમાં દુધનો વેપાર કરવા જઈ રહેલા માલધારીની બોલેરો કારને આંતરી ત્રણ શખ્સોએ તેમના ઉપર લોંખડના પાઈપથી હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ત્રણ શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે.

વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી મળેલી માહિતી મુજબ ફરિયાદી હરજીભાઇ ચોંડાભાઇ મુધંવા (ઉ.વ. ૪૧ ધંધો વેપાર રહે મકનસર તા.મોરબી) એ આરોપીઓ સનાભાઇ કરશનભાઇ ગમારા (રહે રફાળેશ્વર), બુટાભાઇ નોંધાભાઇ ગમારા (રહે રફાળેશ્વર), કાનાભાઇ ખરગીયા (રહે મચ્છોનગર રફાળેશ્વર ) સામે ફરિયાદ નોંધાવી છે.

ગત તા.૪ ના રોજ ઢુવા ગામની સીમ સેગા સીરામીક સામેના રોડ ઉપર ફરીયાદી તથા આરોપી દુધનો વેપાર કરતા હોય. જે બાબતે અગાઉની બોલાચાલીનો ખાર રાખી ફરીયાદી પોતાની બોલેરો લઇ દુધ આપવા જતા હોય ત્યારે આરોપીઓ અલ્ટો કારમાં આવી ફરીયાદીને બોલેરો કારમાંથી નીચે ઉતારી ત્રણેય આરોપીએ લોંખડના પાઇપ વડે શરીરે માર મારતા ફરીયાદીને ડાબા પગે ફેક્ચર તથા શરીરે મુંઢ ઇજાઓ કરી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ.આર.એ. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો