Placeholder canvas

તરઘડી ફાર્મ હાઉસમાંથી જુગાર રમતા રૂ.7.31 લાખના મુદામાલ સાથે 8 પકડાયા

સૌરાષ્ટ્રમાં ભીમ અગીયારસના એક સપ્તાહ પૂર્વે જુગારની મોસમ ખીલી છે જેમાં રાજકોટ જિલ્લામાં બે સ્થળે જુગારના દરોડા પાડયા છે. પડધરીના તરઘડી ગામની સીમમાં એલસીબીએ દરોડો પાડી આઠ શખ્સોની ધરપકડ કરી રૂ.7.31 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે વિંછીયાના હાસણી ગામે પોલીસે દરોડો પાડતા 6 જુગારી નાશી ગયા અને ત્રણની ધરપકડ કરી છે.

પડધરી તાલુકાના તરઘડીગામે ફાર્મ હાઉસ ધરાવતા અને રાજકોટમાં આમેનગર, ભવનાથ પાર્કમાં રહેતા ગીરીશ કાનજીભાઈ ફળદુ તેનીવાડીમાં જુગાર રમાડતો હોવાની બાતમી રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. એ.આર. ગોહિલને મળતા તેની ટીમ સાથે જુગારનો દરોડો પાડી જુગાર રમતા, વાડી માલીક ગીરીશ ફળદુ કોઠારીયા રોડ, શ્યામ પાર્ક શેરી નં.6માં રહેતો અશોક નાથાભાઈ ઉનડકટ, પિરવાડી પાછળ અક્ષરતીર્થમાં રહેતા કિરીટ હરીભાઈ સરવૈયા, ખોડીયાર સોસાયટી શેરી નં.1માં રહેતા નરેન્દ્રસિંહ ખોડાજી ગોહેલ માનસરોવર પાર્કમાં રહેતો હસમુખ મગનભાઈ પિત્રોડા,

લોધીકા તાલુકાના ખીરસરા ગામે રહેતા અતુલ પાલાભાઈ સાગઠીયા, જીવરાજ પાર્ક રોડ, લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતા રમેશ બાબુભાઈ ઉનડકટ, અને લાષધીકાના વડાગામે રહેતા મુકેશ દીનેશભાઈ રાઠોડ નામના પતાપ્રેમીઓને એલસીબી પીઆઈ એ.આર. ગોહિલ પીએસઆઈ વી.એમ. કોલાદરા, હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ જાની, રવિદેવભાઈ બારડ, અમીતસિંહ જાડેજા, બાલકૃષ્ણભાઈ ત્રીવેદી, કોન્સ્ટેબલ રહીમભાઈ દલ, નૈમિષભાઈ મહેતા, મેહુલભાઈ સોરાજ, ભાવેશભાઈ મકવાણા, કોન્સ્ટેબલ સાહીલભાઈ ખોખર અને નરેન્દ્રભાઈ દવે સહિતના સ્ટાફ ઝડપી રોકડ રૂ.61 હજાર, આઠ મોબાઈળ અને બે કાર મળી રૂ. 7.31 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

મોરબી જિલ્લા સાથે સમગ્ર સૌરાષ્ટ્રના તાજા સમાચાર મેળવવા માટે કપ્તાન ન્યૂઝની એપ ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો