તીથવા ગામે જય ઠાકર ગૂપ દ્વારા શરદોત્સવની ભવ્ય ઉજવણી

મોરબી : તીથવા ગામમાં જય ઠાકર ગૂપ દ્વારા રામજી મંદિરે શરદોત્સવ ઉજવાયો હતો. જેમા માલધારી સમાજની બાળાઓએ પરંપરાગત બેડા રાસ તેમજ લાકડી રાસ રમી રમઝટ બોલાવી હતી. ભાગ લેનાર બાળાઓને લ્હાણી આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

આ ઉપરાંત જય ઠાકર ગ્રુપ દ્વારા વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ રખેલ હતો. જેમાં ઘોરણ 10 અને 12 પાસ તથા સ્નાતક વિદ્યાર્થીઓનું સનમાન કરવામા આવેલ હતું. જેમાં કૂલ 26 વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે હીરાભાઈ વાલાભાઈ રાવા, મહેન્દ્રભાઈ ખોરજા, ભરત ફાગલીયા, રમેશ રાવા, ગોવિંદ બાભવા સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી.

આ સમાચારને શેર કરો