વાંકાનેર: સીંધાવદર અને અમરસર વચ્ચે રેલ્વે પાટા પાસેથી યુવાનની ડેડબોડી મળી.
ચાલુ ટ્રેનમાંથી પડી ગયાનો અંદાજ.
વાંકાનેર: આજે સિંધાવદર અને અમરસર વચ્ચે ટ્રેનના પાટા પાસેથી એક યુવાનની ડેડબોડી મળી આવી છે. જેમને રેલવે પોલીસ દ્વારા હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. જ્યાં તેમનુ પીએમ કરવામાં આવ્યું હતુ.
મળતી માહિતી મુજબ સીંધાવદર અમરસર વચ્ચે વડારના નાલાની સામે રેલવે ટ્રેક પાસેથી એક આશરે 35 વર્ષના યુવાનની ડેડ બોડી મળી આવતા ત્યાંના આસપાસની વાડીવાળા લોકોએ સીંધાવદર ગામના સરપંચ ને જાણ કરતા, સરપંચ ના પ્રતિનિધિ નજુભાઈ જીસીબીવાળા ત્યાં દોડી ગયા હતા અને વાંકાનેર તાલુકા પોલીસ અને રેલવે પોલીસને આ અંગે જાણ કરી હતી.
જાણ થતાં જ રેલવે પોલીસ અને તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી જેમાં રેલવે પોલીસ જયુભા ચુડાસમા એ ડેડબોડીને નજુભાઈ ની મદદથી રીક્ષા વાટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામા આવી હતી. જ્યાં તેમનુ પીએમ કરવામાં આવ્યુ હતુ.
આ યુવાન કોઇ ટ્રેનમાંથી પડી ગયો હોવાનો પ્રાથમિક અંદાજ છે. મૃતક યુવાને બ્લુ અને બ્લેક કલરની મોટી ચેક્સ વાળો શર્ટ પહેરે છે. નિચે લુંગી પહેરેલ છે તેમજ ચહેરા ઉપર મૂછો છે. જો આ વ્યક્તિ વિશે કંઈ પણ માહિતી મળે તો રેલવે પોલીસ વાંકાનેર જયુભા ચુડાસમા મોબાઇલ નં.9426996437 નો સંપર્ક કરવો.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…