વાંકાનેર: આવતી કાલે ગારિયાની યજ્ઞપુરુષ નગર પ્રાથમિક શાળા ખાતે RTO ફિટમેન્ટ કેમ્પ યોજાશે.

ગારીયા RTO કેમ્પ;રજિસ્ટ્રેશન કરાવેલ તમામ લોકોને ફરજિયાત હાજર રહેવું.

વાંકાનેર:હાલમાં RTO ના નવા નિયમો ને લઈ લોકોમાં ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો છે.તેમજ આગ લાગે ને કૂવો ખોદવા બેસે તેમ લોકો વાહનોને લગતા તમામ દસ્તાવેજો ભેગા કરવા લાગી પડ્યા છે.જેના કારણે PUC સેન્ટરો કઢાવવા તેમજ HSRP નંબર પ્લેટ લગાવવા માટે લોકોની લાંબી લાંબી કતારો લાગી છે જેનો લાભ ઉઠાવવા માટે HSRP નંબર પ્લેટ તેમજ PUC સેન્ટર વારા કાળા બજારી કરવાં લાગ્યા છે.

ત્યારે લોકોમાં જાગૃતતા આવે અને સહેલાય થી સરકાર માન્ય રાહતદરે HSRP નંબર પ્લેટ લાગવી શકે તે માટે ગારીયા ગામના જાગૃત નાગરિક અને સામાજિક કાર્યમાં હંમેશા આગળ રહેતા એવા અર્જુનસિંહ વાળા દ્વારા RTO કચેરી ખાતે રજુવાતો કરી ફિટમેન્ટ કેમ્પનું આયોજન યજ્ઞપુરુષ નગર પ્રાથમિક શાળા ખાતે આવતી કાલે રવિવારે, સવારે 10 થી સાંજના 5 દરમ્યાન કરવામાં આવ્યું છે.તો જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેને વાહન સાથે ફરજીયાત હાજર રહેવાનું રહેશે.જે લોકો રવિવાર ના રોજ હાજર રહેશે નહીં તે લોકોને પાછળથી મોરબી RTO કચેરી ખાતે પોતાનું વાહન લઈને જવાનું રહેશે.

આ સમાચારને શેર કરો