18 ડીસેમ્બર: અંતરરાષ્ટ્રીય લઘુમતિ અધિકાર દિવસના ઉપલક્ષ્યે સિદ્ધપુર ખાતે સમ્મેલન યોજાશે.

આગામી 18 ડીસેમ્બરે અંતરરાષ્ટ્રીય લઘુમતિ અધિકાર દિવસના ઉપલક્ષ્યે સિદ્ધપુર ખાતે સમ્મેલન યોજાશે. MCCના કન્વીનર મુજાહિદ નફીસે જણાવ્યું કે માઈનોરીટી કો- ઓર્ડીનેશન કમિટી (MCC) પાછલા ઘણા સમયથી રાજ્યમાં લઘુમતી સમુદાયના વિકાસ અને રક્ષણ માટે લઘુમતી કલ્યાણ મંત્રાલય, લઘુમતી આયોગ, બજેટમાં નક્કર જોગવાઈ, લઘુમતી વિસ્તારોમાં ૧૨ ધોરણ સુધીની શાળા જેવી માંગો ઉઠાવી રહી છે. સરકાર ૧૧.૫ % લઘુમતી સમુદાય સાથે સતત અન્યાય કરી રહી છે.

ભારત સરકાર દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આપેલા વચન, ભારતના બંધારણમાં લઘુમતી સમાજ માટેની જોગવાઈ પણ ગુજરાતની સરકાર નથી નભાવતી.

ગુજરાતમાં લઘુમતી સમુદાય ડર માં જીવી રહ્યું છે, હવે તો ભેંસ લઇ જતા પણ તથા કથિત ગૌ-રક્ષકો જાનલેવા હુમલાઓ કરી અને ઉઘરાણી કરે છે. આ સરકાર બેટી બચાવો – બેટી પઢાઓનો જુઠ્ઠો નારો લગાવે છે પણ ગુજરાતમાં મુસ્લિમ સમુદાયની છોકરીઓ ૧-૫ ધોરણમાં ૧૦.૫૮% ડ્રોપ આઉટ થઇ રહી છે છતાં પણ સરકાર તેની ઉપર કોઈ નક્કર કામગીરી નથી કરી રહી. લઘુમતી સમાજની ફરીયાદ સંભાળવા માટે દેશમાં લઘુમતી આયોગ છે તો ગુજરાતમાં કેમ નહિ? આ બાબત દેખીતા ભેદભાવનું સ્પષ્ટ ઉદાહરણ છે. ગુજરાતમાં લઘુમતી સમુદાયને એ અધિકારો પણ નથી મળી રહ્યા જે બીજા રાજ્યોને પ્રાપ્ત છે.મુ

જાહિદ નફીસ દ્વારા માયનોરીટી કો- ઓર્ડીનેશન કમિટી (MCC) ની નીચી મુજબની 10 માંગો જણાવવામાં આવી

1 – રાજ્યમાં લઘુમતી કલ્યાણ મંત્રાલય (વિભાગ)ની સ્થાપના કરવામાં આવે.

2 – રાજ્યના બજેટમાં લઘુમતી સમુદાયના વિકાસ માટે નક્કર રકમની ફાળવણી કરવામાં આવે.

3 – રાજ્યમાં લઘુમતી આયોગ રચના કરવામાં આવે અને તેને બંધારણીય મજબૂતી માટેનું વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવે.

4 – રાજ્યના લઘુમતી બહુસંખ્યા ધરાવતા વિસ્તારોમાં ધોરણ ૧૨ સુધીની સરકારી શાળાઓ ખોલવામાં આવે.

5 – મદ્રસાના શિક્ષણને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવામાં આવે.

6- લઘુમતી સમુદાયના ઉત્થાન માટે વિશેષ આર્થિક પેકેજ આપવામાં આવે.

7- સાંપ્રદાયિક હિંસાથી વિસ્થાપિત લોકોના પુનર્વસન માટે સરકાર નીતિ બનાવે.

8- પ્રધાનમંત્રીના નવા ૧૫ મુદ્દાના કાર્યક્રમનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવે.

9- લઘુમતી સમુદાય માટે The Minorities (Prevention Of Atrocities) Act બનાવવામાં આવે.

10- મોબ લીંચિંગ જેવી ઘટનાઓ વિરુધ્ધ કડક કાયદો બનાવવામાં આવે.

MCCના પાટણ જિલ્લા કન્વીનર છુવારા આબિદ હુસૈને જણાવ્યુ કે ગુજરાત સરકાર દ્વારા થઈ રહેલા ભેદભાવને લોકો સમક્ષ લાવવા સિદ્ધપુરમાં પ્રથમ વખત લઘુમતી સમાજના લોકો સરકારને બંધારણ અને સયુંકત રાષ્ટ્ર સંઘમાં આપેલા વચનને યાદ કરવવા માટે અને લઘુમતી સમાજને આ કહેવાતા આદર્શ ગુજરાત રાજ્યમાં ન્યાય પૂરું પાડવા માટે સમ્મેલનનું આયોજન કરવામાં આવી રહયું છે. આ સમ્મેલન કોરોના કાળમાં થઈ રહ્યું હોવાથી સરકારની માર્ગદર્શિકાનું પૂર્ણ પણે અમલ કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •