ગુજરાત-સૌરાષ્ટ્રમાં હવામાન પલ્ટો: સુરત અને નવસારી જિલ્લામાં ઝાપટા 

14 ડીગ્રી સાથે વલસાડ-ગાંધીનગરમાં સૌથી નીચુ તાપમાન :ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી જિલ્લામાં પણ માવઠાની આગાહી: ઠંડીમાં કોઇ વધારો નહીં

રાજકોટ: રાજસ્થાન ઉપર સર્જાયેલા વેર્સ્ટન ડિર્સ્ટબન્સના કારણે હવામાન વિભાગે આજરોજ સૌરાષ્ટ્ર-ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠાની આગાહી કરી છે. આ આગાહી અંતર્ગત આજ રોજ અમરેલીના જાફરાબાદ, સુરત અને નવસારી જિલ્લામાં હવામાન પલ્ટો સર્જાયો હતો. સુરતના અમૂક વિસ્તારોમાં ગત રાત્રે હળવો વરસાદ પડયો હતો.

નવસારી જિલ્લાના અમુક ભાગોમાં આજે સવારે હળવો વરસાદ પડવા પામ્યા હતો. આ ઉપરાંત સુરતમાં હવામાન પલ્ટા સાથે સવારે વાદળીયુ વાતાવરણ છવાયું હતું તેમજ જાફરાબાદ ખાતે પણ આકાશમાં વાદળો છવાયા હતા. રાજકોટમાં જો કે વાતાવરણ સવારે સ્વચ્છ રહ્યું હતું.

આ દરમિયાન આજ રોજ ગિર સોમનાથ, અમરેલી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, સુરત, ભરૂચ, ભાવનગર જિલ્લામાં હળવા વરસાદની સંભાવના વ્યકત કરાઇ છે જ્યારે આણંદ, ભરૂચ, વડોદરા અને ભાવનગર જિલ્લામાં આવતી કાલે હળવા વરસાદની સંભાવના વ્યકત કરાઇ છે.

એ દરમિયાન આજે પણ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વાતાવરણ પલ્ટા સાથે ઠંડી સાવ સામાન્ય રહેવા પામી હતી.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •