Placeholder canvas

અમદાવાદ પોલીસમાં કોરોના વિસ્ફોટ, 239 પોલીસકર્મી પોઝિટિવ, તમામ હોમ ક્વોરન્ટાઇન

અમદાવાદમાં દિવાળીનાં તહેવારો બાદ પોલીસકર્મીઓમાં કોરોનાંનું સંક્રમણ વધ્યુ છે. છેલ્લાં 6 દિવસમાં કુલ 3915 પોલીસકર્મીઓનાં કોરોનાં ટેસ્ટ કરાતા 239 પોલીસકર્મીઓ કોરોનાં રિપોર્ટ પોઝિટીવ આવતા પોલીસકર્મીઓમાં કોરોનાં વિસ્ફોટ જોવા મળ્યો છે.

અમદાવાદનાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક સાથે 10 પોલીસકર્મીઓનાં કોરોનાં રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ હતી. તેવામાં છેલ્લાં 6 દિવસમાં શહેરમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનનાં અંદાજે 4 હજાર જેટલા પોલીસકર્મીઓનાં કોરોનાનાં RT-PCR ટેસ્ટ કરવામાં આવતા 239 પોલીસકર્મીઓનાં કોરોનાં રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને સારવાર અર્થે હોમ ક્વોરોન્ટાઇન કરાયા છે.

સાયબર ક્રાઇમ સહિતની એજન્સીમાં પણ કોરોનાં ટેસ્ટીંગ કરાયા હતા. જ્યાં પણ 18 પોલીસકર્મીઓનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

આ મામલે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં અન્ય પોલીસકર્મીઓનો પણ કોરોનાં ટેસ્ટ કરવામાં આવશે. જેથી પોઝિટિવ પોલીસકર્મીઓનાં આંક વધી શકે છે. શહેરમાં હાલ 13 હજાર જેટલા પોલીસકર્મીઓનું બળ છે. ત્યારે શહેર પોલીસને કોરોનાથી બચાવવા માટે તમામ પોલીસ સ્ટેશનમાં સેનેટાઇઝીંગ કરવામાં આવે છે, પોલીસકર્મીઓ માટે નાસ લેવાની વ્યવસ્થા કરાઇ છે.

આ સમાચારને શેર કરો