વાંકાનેરના માર્કેટચોકમાં છકડો રીક્ષા અને એમ્બ્યુલન્સ વચ્ચે ટક્કર
વાંકાનેર : વાંકાનેરના માર્કેટચોકમાં પુરઝડપે જતાં છકડો રીક્ષાની ટક્કર સરકારી હોસ્પિટલની એમ્બુલન્સ સાથે થવા પામી હતી જે બનાવ મામલે એમ્બ્યુલન્સના ડ્રાઇવરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વાંકાનેર પેડકના રહેવાસી રણછોડભાઈ જીવાભાઈ અજાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તે વાંકાનેર સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સ નં જીજે ૧૮ જીએ ૦૯૯૦ ચલાવી વાંકાનેરથી દર્દીને મોરબી રીફર કરેલ હોય જેને મોરબી મુકવા જતાં હોય ત્યારે વાંકાનેર પુલ દરવાજા પાસે છકડો રીક્ષા નં જીજે ૦૩ ઝેડ ૪૩૦૪ પુરઝડપે ચલાવી એમ્બ્યુલન્સ સાથે છકડો રીક્ષા અથડાવી હતી જે અકસ્માતમાં કોઈને ઈજા થઇ નથી પરંતુ એમ્બ્યુલન્સમાં નુકશાન થવા પામ્યું છે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અકસ્માતનો બનાવ બન્યો ત્યારે સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં એક પ્રસૂતાની દર્દી અને જન્મેલા બાળકને તાત્કાલિક મોરબી રીફર કરવાની હોય એમ્બ્યુલન્સમાં જઈ રહ્યા હતાં ત્યારે આ એક્સિડન્ટનો બનાવ બનવા પામેલ આ સમયેજ વાંકાનેર સીટી પોલીસના મહિલા પી.એસ.આઇ. પી.સી. મોલિયા ત્યાંથી પસાર થતાં તાત્કાલિક દર્દીના ખબર અંતર પૂછી માનવતાની દ્રષ્ટિએ પોતાની ગાડીમાં આ મહિલા અને બાળકને તાત્કાલિક મોરબી લઈ જવા માટે જણાવવામાં આવેલ પરંતુ ત્યારેજ ગાયત્રી મંદિરની એમ્બ્યુલન્સ ત્યાંથી પસાર થતાં દર્દીને તેમાં મોરબી રિફર કરવામાં આવેલ. વાંકાનેરમાં મહિલા પીએસઆઇની લોકોએ કડક કામગીરી જોઈ છે ત્યારે આ બનાવ વખતે એક સ્ત્રીની લાગણી સમજી પોતાની નૈતિક ફરજ બજાવતાં વાંકાનેરની પ્રજાએ આજે મહિલા ફોજદારનો ઉદારવાદી ચહેરો પણ જોયો.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/KgygZRklRhWC185vchx2KK
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…