વાંકાનેર; છકડો રિક્ષાની ઠોકરે બાઈક સવાર દંપતી લોહીલુહાણ; રિક્ષા ચાલક ફરાર

અમરસિંહજી મિલ પાસે અકસ્માત: યુવાનને પગમાં ફ્રેક્ચર, પત્નીને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી ​વાંકાનેર: વાંકાનેર શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર મિલ કોલોની વિસ્તારમાં અકસ્માતની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં એક બેફામ ગતિએ આવતા છકડો રિક્ષાના ચાલકે પત્ની અને બાળકો સાથે જઈ રહેલા બાઈક સવાર યુવાનને હડફેટે લીધો હતો. આ અકસ્માતમાં દંપતીને […]

લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડતા 351 ઘોંઘાટીયા છકડા ડિટેઇન કરતી રાજકોટ ટ્રાફિક પોલીસ

ધ્વનિ પ્રદુષણ ફેલાવતા, લાયસન્સ અને નંબર પ્લેટ વગર રીક્ષા દોડાવતા ચાલકો વિરૂધ્ધ પોલીસની ડ્રાઈવ રાજકોટ: શહેર ટ્રાફિક પોલીસે લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડતા ઘોંઘાટીયા છકડા વિરૂધ્ધ વિશેષ ડ્રાઇવનું આયોજન કરી 351 છકડો રીક્ષા ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસ કમિશનર બ્રઝેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ અને ઇન્ચાર્જ […]

મોરબી: વાવડી ચોકડીએથી ચોરાઉ છકડો રીક્ષા સાથે 2 ઝડપાયા

મોરબી : વાવડી ચોકડી નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે બે શખ્સોને ચોરાઉ છકડો રીક્ષા સાથે ઝડપી લઈ રૂ.50 હજારની રિક્ષા કબ્જે કરી વાહન ચોરીનો ભેદ ઉકેલાય ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ તેજાભાઈ ગરચર અને હિતેશભાઈ ચાવડાને મળેલ બાતમીને આધારે વાવડી ચોકડી નજીકથી શંકાસ્પદ હાલતમાં છકડો રિક્ષા લઈને નીકળેલા […]

મોટા આંકડીયા નજીક છકડો રીક્ષા-બાઇક અકસ્માતમાં માસુમ બાળકનું મોત

અમરેલી તાલુકાનાં મોટા આંકડીયા ગામે રહેતા શહાદત પીડુભાઈ વસુનીયા પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર એમપી-09 વીવાય 7996 લઈ મોટા આંકડીગા ગામે નજીકથી પસાર થતાં હતા. ત્યારે આગળ જતી ભાર રીક્ષાનાં ચાલકે સામેથી આવતી ફોરવ્હીલને જોઈ ભાર રીક્ષાએ અચાનક બ્રેક મારતા બાળક રીક્ષા સાથે ભટકાતા મોટર સાયકલ ઉપર બેઠેલ 3 વર્ષનાં બાળકને ગંભીર ઈજાઓ થતાં તેમનું […]

રાજુલા નજીક 108ની ટીમે મહિલાની ઇમરજન્સીમાં છકડો રિક્ષામાં પ્રસૂતિ કરાવી

રાજુલાના ખારા ગામે એક મહિલાને છકડો રીક્ષામાં હોસ્પિટલે લઇ જતા હતા જેને લેવા માટે 108 પહોંચતા મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હોવાથી અને હોસ્પિટલ સુધી જઈ શકાય તેમ ન હોવાથી ટીમે રિક્ષામાં જ ડિલિવરી કરવી હતી અને બાદમાં સલામત રીતે હોસ્પિટલ લઇ જવાયા હતા. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિક્ટર ચોકડી 108ની ટીમને વહેલી સવારે 08:01 કલાકે […]

રાજકોટ-મોરબી રોડ પર ઇકો કાર અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત: એકનું મોત, 4ને ઇજા

ભેંસાણનો પરિવાર રિક્ષામાં સ્ક્રેપ ભરી કચ્છમાં વેચવા ગયો હોય પરત ફરતા ગૌરીદળ પાસે અકસ્માત નડ્યો રાજકોટની ભાગોળે મોરબી રોડ પર ઇકો કાર અને છકડો રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ચાર લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માહિતી મળી છે […]

વાંકાનેર: ગારીડા-સમઢીયાળા રોડ પર છકડો રીક્ષા પલ્ટી જતા ચાલકનું મોત

વાંકાનેર તાલુકાના ગારીડાથી સમઢીયાળા ગામ તરફ જવાના રોડ પર છકડો રીક્ષા પલ્ટી જતા રીક્ષા ચાલકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર નવા ખડીપરા વિસ્તારમાં રહેતા મુળજીભાઇ ઉર્ફે ટીનો મનજીભાઇ વીકાણી ગઈકાલે ગારીડા ગામથી સમઢીયાળા ગામ તરફ જતા રોડ પર પોતાની છકડો રીક્ષા લઈને જઈ રહ્યા હતા ત્યારે રિક્ષા […]

વાંકાનેર: જડેશ્વર પાસે છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત એક ગંભીર

વાંકાનેર: જાડેશ્વર પર પાસે છકડો રિક્ષા અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો છે, જેમાં એકનું મોત થયું છે અને એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. વાંકાનેર તાલુકાનાા જડેશ્વર પાસે આવેલ પીજીવીસીએલના સબ સ્ટેશન પાસે એક છકડો રીક્ષા અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો છે બાઈક પર બે પરપ્રાંતિય મજૂરો હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે […]

વાંકાનેર: ખીજડીયા પાસે છકડો રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત: રિક્ષા ચાલકને પગમાં ઇજા

વાંકાનેર: ગઈકાલ રાત્રે વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ પાસે એક છકડો રીક્ષા સાથે સ્વીફ્ટ કારનું અકસ્માત થયું હતું, જેમાં છકડો રીક્ષા ચાલકને પગમાં ઇજા થઇ હતી. વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ પાસે સીંધાવદર તરફ આઈએમપી ઇસ્માઇલની વાડી પાસે એક છકડો રીક્ષા સાથે Gj-03 HA 3889 નંબરની સ્વીફ્ટ કાર ધડાકાભેર ટકરાય હતી, જેના કારણે છકડો રીક્ષાના ડ્રાઈવર દેવાભાઇ […]

વાંકાનેરના માર્કેટચોકમાં છકડો રીક્ષા અને એમ્બ્યુલન્સ વચ્ચે ટક્કર

વાંકાનેર : વાંકાનેરના માર્કેટચોકમાં પુરઝડપે જતાં છકડો રીક્ષાની ટક્કર સરકારી હોસ્પિટલની એમ્બુલન્સ સાથે થવા પામી હતી જે બનાવ મામલે એમ્બ્યુલન્સના ડ્રાઇવરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર પેડકના રહેવાસી રણછોડભાઈ જીવાભાઈ અજાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તે વાંકાનેર સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સ નં જીજે ૧૮ જીએ ૦૯૯૦ ચલાવી વાંકાનેરથી દર્દીને મોરબી રીફર કરેલ હોય જેને મોરબી […]