વાંકાનેર: ખખાણા ગામમાં માઁ વાત્સલ્ય કાર્ડ માટેના કેમ્પનું આયોજન કરાયુ.

આ કેમ્પમાં 30 માઁ વાત્સલ્ય કાર્ડ કાઢવામાં આવ્યા હતા. તેમજ દેહદાન અંગદાન અંગે ના 14 સંકલ્પ પત્ર ભરાયા…

વાંકાનેર: આજ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વાંકાનેર તાલુકા ના ખખાણા ગામે માં વાત્સલ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 30 માઁ વાત્સલ્ય કાર્ડ કાઢવામાં આવ્યા હતા. તેમજ મહર્ષિ દધીચિ દેહદાન અંગદાન અંગે ના 14 સંકલ્પ પત્ર ભર્યા હતા.

આ કેમ્પ ને સફળ બનાવવા માટે તાલુકા વિકાસ અધિકારીશ્રી ગઢવી, સર્કલ અધિકારી આઇ.એચ. માથકીયા, તલાટી કમ મંત્રી જે.કે બાલીયા ગામ ના સરપંચ અને સ્વામી વિવેકાનંદ યુવક મંડળ ઘીયાવડ ના પ્રમુખ ધ્રૃવરાજ સિંહ, ઓપરેટર વસીમભાઇ માથકીયા, વાંકાનેર તાલુકા સંયોજક સુરેશભાઇ સાકરીયા તેમજ રાજેન્દ્ર સિંહ ઝાલા એ જહેમત ઉઠાવી હતી.

આ સમાચારને શેર કરો