Placeholder canvas

રાજકોટમાં પાંચ વર્ષની બાળા પર 15 વર્ષના તરૂણનું દુષ્કર્મ

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મ,છેડતીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે.ગઈકાલે જ ગાંધીગ્રામ વિસ્તારમાં પિતાના મિત્રએ જ ઘરે બોલાવી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.આ બનાવમાં મહિલા પોલીસે આરોપી રફીકને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું.ત્યારે ફરી એક પાંચ વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે કારખાનામાં લઇ જઇ પરપ્રાંતીય તરુણે દુષ્કર્મ આચર્યુ હોવાનો બનાવ એ ડિવિઝન પોલીસ ચોપડે નોંધવામાં આવતા પોલીસે આરોપીને પકડી લેવા તજવીજ આદરી છે.

વધુ વિગતો મુજબ,રાજકોટના એક મહિલાની ફરિયાદ પરથી મૂળ ઉત્તર પ્રદેશના 15 વર્ષના તરુણ વિરુદ્ધ કલમ 376 એ(બી) અને પોકસો એકટ હેઠળ ગુન્હો નોંધી એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ કે.એન.ભુકણની રાહબરીમાં પીએસઆઈ બી.એચ.પરમાર સહિતના સ્ટાફે આરોપીને પકડી લીધો હતો.માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈકાલે સાંજના સમયે તેઓ પરિવાર સાથે પોતાના ઘરે હતા ત્યારે પાડોશીની પાંચ વર્ષની પુત્રી ને ત્યાં રમવા જવાનું કહી મારી દીકરી ત્યાં જવા માટે ઘરની બહાર નીકળી હતી.

ત્યારબાદ દસેક મિનિટ પછી રડતી રડતી મારી પાંચ વર્ષની પુત્રી ઘરે આવી હતી અને તેમને રડવાનું કારણ પૂછતા તેમની તેમણે તેની કાલીઘેલી ભાષામાં ગુપ્તભાગે ઈશારો કરી કહ્યું હતું કે ત્યાં નજીકમાં જ કારખાનામાં કામ કરતા છોકરાએ ચોકલેટ આપવાના બહાને કારખાનામાં લઇ જઇ કપડાં ઉતારી જમીન પર સુવડાવી પોતાની સાથે ખરાબ કામ કર્યું છે.મારી દીકરીના કપડાં પણ ફાટી ગયા હતા. તેમજ ગુપ્તભાગે પણ લોહી નીકળતું હોય

ત્યારબાદ મારા પરિવાર અને પુત્રીને સાથે લઈ બનાવ વાળા પુઠ્ઠાના કારખાને લઈ જઇ કયો છોકરો હતો તેમ પૂછતાં મારી દીકરીએ એ 15 વર્ષના છોકરા સામે આંગળી ચીંધી ઓળખી બતાવ્યો હતો.બાદમાં તુરંત 100 નંબરમાં ફોન કરતા એક પોલીસની પીસીઆર વેન આવી ગઈ હતી અને તે તરુણને અને અમને એ ડિવિઝન પોલીસ મથકે લાવતા ફરિયાદ નોંધાવી હતી. પકડાયેલા 15 વર્ષના તરુણની પૂછપરછમાં જણાવ્યું હતું કે,પોતે ઉત્તરપ્રદેશનો વતની છે અને પુઠાના કારખાનામાં કામ કરે છે.

આ સમાચારને શેર કરો