skip to content

વાંકાનેર: માટેલની સીમમાં ઓરડીમાંથી 1.56 કિલો ગાંજાના જથ્થા સાથે એક મહિલા ઝડપાઇ.

વાંકાનેર તાલુકાના માટેલ ગામની સરકડીયા સીમમાં એડીકોન પેપરમિલની બાજુમાં ખરાબામાં બનાવવામાં આવેલ એક ઓરડીમાં મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ બાતમીને આધારે દરોડો પાડી 1.564 કિલો ગાંજાના જથ્થા સાથે એક મહિલા આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળેલી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના માટેલ ગામની સરકડીયા સીમ એડીકોન પેપરમિલની બાજુમાં આવેલ ખરાબામાં બનાવેલ એક રહેણાંક ઓરડીમાં દરોડો પાડી આરોપી વસનબેન કરમશીભાઈ ઉર્ફે કલાભાઈ સારલા (ઉ.વ. ૬૦)ને વેંચાણ કરવાના ઈરાદાથી રાખેલ વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના 1.564 કિલો (કિંમત રૂ. 15,640) જથ્થા સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં એન.ડી.પી.એસ. એક્ટ ૧૯૮૫ ની કલમ -૮(સી), ૨૦(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી એસઓજી ટીમની આ કામગીરીમાં પીઆઇ એમ. પી. પંડ્યા, પીએસઆઇ કેસરીયા, એ.એસ.આઇ ફારૂકભાઇ પટેલ, કિશોરદાન ગઢવી, રસીકકુમાર કડીવાર, હેડ કો. જુવાનસિંહ રાણા, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, કો. આશીફભાઇ રાઉમા, ભાવેશભાઇ મિયાત્રા, માણસુરભાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઇ છુછીયા, અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઇ સહિતના રોકાયા હતા.

આ સમાચારને શેર કરો