skip to content

વાંકાનેર:કારખાનામાં સેન્ટીંગ કામ કરતો યુવાન નીચે પટકાતા સારવાર દરમિયાન મોત….

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં નવા બનતા એક કારખાનામાં સેન્ટીંગ કામ કરતો યુવાન 15 ફુટની ઉંચાઈથી નીચે પટકાતાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું,

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં લેન્ડ ક્રાફટ પેવર એલએલપી નામના નવા બનતા કારખાનામાં સેન્ટીંગ કામ કરતા રાજુભાઇ જેસિંગભાઈ નાયકા (ઉ.વ. 34 રહે. હાલ રાતાવીરડા, મૂળ રહે.ગોધરા) 15 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાતાં તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયુ છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો