skip to content

ગુજરાત રાજ્યની કથળતી શિક્ષણ વ્યવસ્થાને લઈને કોંગ્રેસે સરકારને ઘેરી

ગુજરાત રાજ્યની કથળતી શિક્ષણ વ્યવસ્થાને લઈને કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા.કોંગ્રેસનો આક્ષેપ છે કે, ગુજરાત રાજ્યની ૬૬% થી વધુ યુનિવર્સિટી અને ૭૮% કોલેજો ને નેશનલ એસેસમેન્ટ અને એક્રેડિટૈશન કાઉન્સિલની માન્યતા નથી. ગુજરાતની 83 પૈકી ૫૫ યુનિવર્સિટી ને NAAC ની માન્યતા નથી.

ગુજરાતની ૧૭૬૭ કોલેજો ને NAAC ની માન્યતા નથી.યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના આદેશ મુજબ NAAC ફરિજયાત છે છતાં માન્યતા નથી મેળવી. NAACના મૂલ્યાંકનમાં શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિદ્યાર્થીઓ ની સુવિધા, અભ્યાસક્રમ જેવી અનેક બાબતોનો સમાવેશ થાય છે.

આ સમાચારને શેર કરો