Placeholder canvas

પોલીસે નબીરાની શાન ઠેકાણે લાવી

તથ્ય પટેલે સર્જેલ અકસ્માત બાદ સોમવારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં દારૂ પીને નબીરાએ અકસ્માત કર્યો હતો. આથી પોલીસે સબક શીખવાડવા આરોપીની જાહેરમાં સરભરા કરી હતી. મણિનગરમાં દારૂ પીને અકસ્માત કરનારને પોલીસે જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.દારૂ પીને ડ્રાઇવિંગ કરતા નબીરાઓની સાન ઠેકાણે લાવવા હવે પોલીસ મેદાને આવી છે.

ગઈકાલે અમદાવાદના મણિનગર વિસ્તારમા કેદાર દવે નામના યુવકે દારૂ પીને અકસ્માત કર્યો હતો. કેદાર દવેએ પૂરઝડપે કાર ચલાવીને કારને ઝાડના થડ સાથે અથડાવી હતી અને કાર પલટી ખાઈ ગઈ હતી. લોકોએ તેને પકડીને પોલીસના હવાલે કર્યો હતો.દારૂ પીને કાર હંકારતા કેદાર દવેની કાર બેકાબૂ બની હતી અને અકસ્માત કર્યો હતો. કારચાલકે પૂરઝડપે કાર હંકારતા ઝાડના થડ સાથે ગાડી અથડાઈ હતી અને કાર પલટી મારી ગઈ હતી. જો કે, ઝાડને કારણે બાંકડા ઉપર બેસેલા લોકોનો આબાદ બચાવ થયો હતો. પરંતુ સ્થાનિકોએ 100 નંબર ડાયલ કરી કારચાલકને પોલીસ હવાલે કર્યો હતો.

આ સમાચારને શેર કરો