skip to content

ગુજરાતમાં 27 જૂનથી ભારે વરસાદની શક્યતા


ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.ત્યારે આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં 27 જૂનથી ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં 27 જૂનથી 30 જૂન દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.

આ વર્ષે પાણીની સમસ્યાનું પણ નિરાકરણ થશે. જેમા જળાશયોમાં પણ પાણીની સારી આવક થશે.જો કે ગઈકાલે પણ વાવાઝોડાની અસરને કારણે ઉત્તર ગુજરાત સહીત સમગ્ર રાજ્યમાં વરસાદ વરસ્યો.અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં 21 જૂનથી વિધિવત રીતે ચોમાસુ બેસી જશે. 27 થી 30 જૂન દરમિયાન પાણીની આવક થશે. રાજ્યમાં જૂલાઈ મહિનામાં પણ સારો વરસાદ રહેશે.

આ સમાચારને શેર કરો