skip to content

વાંકાનેર: પેડકની વૈશાલીનગર સોસાયટીના લોકોએ ઝૂંપટ્ટીમાં રહેતા 60 લોકોને આશરો આપ્યો…

વાંકાનેર વિસ્તારની બાજુમાં આવેલી વૈશાલી નગર સોસાયટીમાં રહેતા લોકોએ આ કુદરતી આપતી વાવાઝોડામાં કોઈ નાના માણસો જેમની પાસે રહેવા માટે પાકા મકાન ન હોય તેવા લોકોને કોઈ તકલીફ ન પડે કોઈ ઈજા કે જાણહાની ન થાય તેવા હેતુથી ઝુપડપટ્ટીમાં રહેતા 60 જેટલા લોકોને વૈશાલી નગરના હાસ્ય કલાકાર લાલુભા ઝાલા અને તેમની ટીમે આશરો આપ્યો છે.

આ બીપરજોય વાવાઝોડામાં તંત્ર ભારે એલર્ટ જોવા મળ્યું સાથોસાથ ઘણા લોકો અને સ્વેસિક સંસ્થાઓ પણ નાના માણસોની મદદે આવ્યા છે, આવી જ એક ઘટના વાંકાનેરમાં પેડક વિસ્તારની બાજુમાં આવેલી વૈશાલી નગર સોસાયટીના લોકોએ પણ કરી છે. ઝુપડપટ્ટી માં રહેતા 60 જેટલા લોકોને વૈશાલી નગર સોસાયટી એ તેમની સોસાયટીમાં લઈ આવીને છેલ્લા બે દિવસથી ખાવા પીવા તેમજ તમામ પ્રકારની વ્યવસ્થા કરી આપી છે. આ સોસાયટીના લાલુભા હાસ્ય કલાકારે જાણ્યું છે કે હજુ જો કોઈ લોકો ઝુપડામાં કે કાચા મકાનમાં રહેતા હોય અને તેઓને આશરાની જરૂર હોય તો તેઓ નિઃશંક પણે અહીં આવી શકે છે અમે તેમને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડીશુ….

આ સમાચારને શેર કરો