skip to content

વાંકાનેર: જોધપરની ખારી પાસે ડમ્પર ડીવાઇડર ટપી ગયું..!!!

વાંકાનેર છેલ્લા એકાદા મહિનાથી 27 નેશનલ હાઈવે પર એક્સિડન્ટ થવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, પરિણામે આ એક્સિડન્ટમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે, તો કેટલાક લોકોએ જાન પણ ગુમાવ્યો છે.

મળેલી માહિતી મુજબ ગત રાત્રે વાંકાનેર તાલુકાના જોધપુર ગામ પહેલા આવેલ ખારી વિસ્તાર પાસે બાઉન્ડ્રી તરફથી આવતું અને વાંકાનેર તરફ જતું એક ડમ્પર રાત્રિના સમયે વચ્ચેનું ડિવાઇડર ટપીને ડિવાઇડર ઉપર રહેલી રેલિંગ તોડીને સામે જતું રહ્યું હતું.

એકસીડન્ટ જોતા એવું લાગે છે કે ડમ્પરના ડ્રાઇવરને ઝોકું આવી ગયું હોય અને આ અકસ્માત સર્જાયો હોય, સદ્નનસીબે કોઈ જાન હની થઈ નથી.

આ સમાચારને શેર કરો