skip to content

રાજકોટમાં ઢોંગી ભુવાએ રૂ.1.30 લાખ પડાવી લીધા, વિજ્ઞાન જાથાએ કરી ફરિયાદ

રાજકોટના ન્યારા ગામના ભુવાએ પરિવાર સાથે છેતરપિંડી કરતા તેમને વિજ્ઞાન જથ્થાની મદદ લીધી અને વિજ્ઞાન જથ્થાએ પરિવારને સાથે રાખી ભુવા સામે પડધરી પોલીસ સ્ટેશનમાં 1.30 લાખની છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કાંગસિયાળી ગામના દંપતીના લગ્ન જીવનને 10 વર્ષનો સમય વીતી ગયા પછી પણ ગર્ભમાં રહેલું સંતાન અવિકસિત હોવાથી ડોક્ટરે ગર્ભપાત કરાવી લેવા સલાહ આપી હતી. જોકે દંપતી ડોક્ટરની સલાહ માનવને બદલે ભુવાના શરણે પહોંચ્યું હતું. ભુવાએ ગર્ભમાં સુરક્ષા કવચ આપવાનું કહીને કટકે કટકે 1.30 લાખ રૂપિયા ખંખેરી નાખ્યા હતા. અંતે બાળકનો જન્મ થયો ત્યારે દિવ્યાંગ જ જન્મ લીધો હતો. જેથી વિજ્ઞાન જાથા પાસે ફરિયાદ કરવા પહોંચ્યા હતા.

ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, કાંગસિયાળી ગામના બકુલ હસમુખભાઈ ચાવડા વિજ્ઞાન જાથાની ઓફિસે આવ્યા હતા. તેને જણાવ્યું હતું કે, અમારા લગ્ન વર્ષ ૨૦૧૩ જાન્યુઆરી ૨૩ ના રોજ હિન્દુ વિધિથી રાજકોટ થયા હતા. અમોને દસ વર્ષથી સંતાન હતું નહિ, સંતાન માટે અમોએ દવા શરૂ કરી હતી, તે દરમ્યાન ન્યારા ગામના ભુવો મોહનનો સંપર્ક થયો હતો. મારી પત્નિ ભારતી પ્રેગ્નેસી પિરીયડમાં હતી. અમોને ડોકટ૨ે સલાહ આપી કે ગર્ભનું બાળક અવિકસીત-અપંગ, વિકલાંગ હોય દૂર કરવું હિતાવહ છે. ત્યાર બાદ બીજા બે ડોકટરોએ પણ વિકલાંગ બાળક હોય દૂર કરવા સલાહ આપી હતી. તે દરમ્યાન ૧૦ વર્ષ બાદ બાળક ગર્ભમાં હોય અમોએ ન્યારા ગામના ભુવા મોહન પાસે ગયા હતા. તેને ધૂણીને, દાણા આપી જણાવ્યું કે અંદર ગર્ભનું બાળકને દૂર કરશો નિહ, ડોકટરો ખોટુ બોલે છે, તેની કોઈ ચાલ લાગે છે. ગર્ભ આસપાસ હું સુરયા ચક્ર મુકી દઈશ બાળક તંદુરસ્ત જ આવશે, ચિંતા કરશો નહિ. બાદમાં ભુવાએ માંડવો, તાવો, મંદિર કરવું છે તે નામે રૂપિયાની માંગણી કરીને એક લાખ ત્રીસ હજાર ખંખેરી લીધા હતા.

આ પરિવાર ભુવાની વાતમાં આવી ગયા. ડોકટરની સલાહ માની નહિ. ભુવાના કહેવાથી પુત્રનો જન્મ થયો પણ તે ખોટ સાથે માનસિક અપંગ આવ્યો, જન્મથી આજ દિન સુધી અપંગ હોય પોતાની જાતે કંઈ કરી શકે તેમ નથી કે હલન-ચલન કરી શકે તેવી સ્થિતિમાં નથી. બાળકના જન્મથી પતિ-પત્નિ દિવસ-રાત દેખરેખ રાખીએ છીએ. વારાફરતી સુઈએ છીએ. ભુવાએ વિશ્વાસઘાત કરી અમારી સાથે છેતરપિંડી કરી છે. અમોએ કીધું કે રૂપિયા પરત આપો તો ધાક-ધમકી આપે છે. મારી દયાથી પુત્ર આવ્યો છે. હવે જિંદગીમાં ક્યારેય સંતાન નહિ થાય. અમોને મારી નાખવાની વારંવાર ધમકીઓ આપે છે. આખરે વિજ્ઞાન જાથાની મદદથી ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ સમાચારને શેર કરો