skip to content

માળિયાના પીપળીયા ચાર રસ્તા નજીક ટ્રકમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

માળિયાના પીપળીયા ચાર રસ્તા પાસે બંધ ટ્રકમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ધટનાની જાણ ૧૦૮ ની ટીમે થતા દોડી આવીને તપાસ કરી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી

મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના પીપળીયા ચાર રસ્તા ચોકડી પાસે ટાટા શોરૂમની પાસે એક બંધ ટ્રક ઘણા સમયથી બંધ હાલતમાં જ હોય અને બંધ ટ્રકમાં એક વ્યક્તિ લાંબા સમયથી સુતેલી હાલતમાં હોવાથી આસપાસના લોકોએ ૧૦૮ ની ટીમે જાણ કરવામાં આવતા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ટ્રકમા સુતેલી વ્યક્તિની 108ની ટીમની તપાસ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી માળિયા પોલીસની ટીમ દોડી આવીને મૃતદેહની તપાસ કરતા માથામાં ગંભીર ઈજા જોવા મળી હતી જેથી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો