Placeholder canvas

મોરબી જિલ્લાના વાહનોના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE અને ફોર વ્હિલ માટે GJ36 AF સીરીઝ તથા ટ્રાન્સપોર્ટ વાહનો GJ36 V માટેના ફક્ત ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રિયા તા.૧૩/૦૭/૨૦૨૨ થી શરૂ થનાર છે.

તા.૧૩/૦૭/૨૦૨૨ થી તા.૧૫/૦૭/૨૦૨૨ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૧૫/૦૭/૨૦૨૨ થી તા.૧૭/૦૭/૨૦૨૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા. ૧૭/૦૭/૨૦૨૨ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) મા એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/IqRnCMZ4qWuIYwQK1nw6um

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો