Placeholder canvas

વાંકાનેર: જાહેરમાં જુગાર રમતા 7 પતા પ્રેમી ઝડપાયા

વાંકાનેર :વાંકાનેરના ગાયત્રી મંદીર રોડ ઉપર દાતારપીરની દરગાહ પાછળ ચોક પાસે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. વાંકાનેર પોલીસે આ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વાંકાનેર પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેરના ગાયત્રી મંદીર રોડ દાતારપીરની દરગાહ પાછળ ચોક પાસે જાહેરમાં બેસી ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીનપતીનો હારજીતનો જુગાર રમતા આરોપીઓ જયેશભાઇ રમેશભાઇ સારલા, સંજયભાઇ કાળુભાઇ માણાસુરીયા, ફિરોઝભાઇ અબ્દુલભાઇ બેલીમ, સલીમભાઇ હાસમભાઇ બુખારી, ઈરફાનભાઇ અબ્દુલભાઈ બાનવા, એજાઝભાઇ જુસબભાઇ રાઠોડ, કુલદીપભાઇ સુરેશભાઈ કુબાવતને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૫૪૫૦ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો