વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે જુગાર રમતા 7 ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે રાજાવડલા ગામે ચાલતા જુગરધામ ઉપર દરોડો પાડીને 7 શખ્સોને રૂ. 12800ની રોકડ સાથે ઝડપી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર પોલીસને રાજાવડલા ગામે ઈસ્માઈલભાઈ મામદભાઈ વલીભાઈ માથકીયા રહે. રાજાવડલા પંચાયતવાળી શેરીવાળા રહેણાંક મકાને બહાર બોલાવી પોતે તથા બહારના માણસો તીનપતીનો હારજીતનો હાલ જુગાર ચાલુ હોય તેવી ચોકક્સ હકીકત મળતા રેઈડ કરતા ઈસ્માઈલભાઈ મામદભાઈ વલીભાઈ માથકીયા, જાવીદભાઈ ગુલામભાઈ શેખ, શાહબુદીનભાઈ અલાઉદ્દીનભાઈ કડીવાર,હનીફભાઈ ઉસ્માનભાઈ વડાવીયા, ઈર્શાદભાઈ મામદભાઈ કડીવાર, ઉસ્માનભાઈ મામદભાઈ કડીવાર, હુશેનભાઈ ઉસ્માનભાઈ વડાવીયાને રૂ. 12800ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો