skip to content

67 વાંકાનેર વિધાનસભા બેઠક પર પ્રતાપગઢમાં સૌથી વધુ અને ભોજપરામાં સૌથી ઓછું મતદાન થયું…

વાંકાનેર: લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ગુજરાતમાં 25 બેઠકો પર કાલે મતદાન થયું જેમાં રાજકોટ લોકસભાની બેઠકમાં આવતું 67 વાંકાનેર વિધાનસભા બેઠક પર કુલ 64.67 ટકા મતદાન થયું છે.

જેમાં વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામમાં સૌથી વધુ એટલે કે 91,94 ટકા મતદાન થયું, પ્રતાપગઢ ગામમાં કુલ 732 મતો છે જેમાંથી 673 મતદારોએ પોતાના મતના અધિકારનો ઉપયોગ કર્યો. જ્યારે બીજા ક્રમે રસિકગઢમાં 90.62 ટકા અને ત્રીજા ક્રમે વીડીભોજપરામાં 90,39% મતદાન થયું હતું. જ્યારે વાંકાનેર વિધાનસભા બેઠકમાં સૌથી ઓછું મતદાન ભોજપરા-2 માં 24.90 ટકા મતદાન થયું છે, ભોજપરા-2 માં કુલ 739 મતદારો છે જેમાંથી માત્ર 184 મતદારો એ જ પોતાને મળેલા મતના અધિકારનો ઉપયોગ કર્યો, મતદાન કર્યું છે.

આવી માહિતી અને સમાચાર માટે કપ્તાનના વોટસએપ ગ્રુપમાં જોડાવો...

નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/BmMkO4yyxnBGTaDSFixhSl

આ સમાચારને શેર કરો