અમદાવાદમાં 3 હોસ્પિટલના 60 ડોક્ટર કોરોના સંક્રમિત થયા
તંત્ર દ્વારા રાજકોટ અને જામનગર તરફથી આવતી ખાનગી તેમજ સરકારી બસોનું હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં કોરોના સંક્રમણના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ખુદ કોરોના વોરિયર્સ પણ હવે તેમાંથી બાકાત રહ્યા નથી. હાલમાં કોરોના સંક્રમણ રોકવાની સ્ટ્રેટેજી મુજબ ચોક્કસ બિલ્ડિંગથી ઓફિસ વગેરેમાં ટેસ્ટિંગ કરવામાં આવે છે. જેમાં અમદાવાદની એસવીપી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને એલજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા.
ત્રણેય હોસ્પિટલના 60 જેટલા ડોક્ટરો ખુદ પોઝીટીવ આવતાં ફફડાટ ફેલાયો છે. આ ત્રણેય સરકારી હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. જેને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો છે.કોરોના સેફ્ટી સાથે સારવાર કરતાં ડોક્ટરો ખુદ સંક્રમિત થઈ ગયા છે. અન્ય લોકો કરતાં ડોક્ટરો પૂરેપૂરી સેફ્ટી રાખવા છતાં કોરોના પોઝીટીવ થયા છે.
રાજકોટમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને કારણે અમદાવાદનું તંત્ર સજ્જ થયું છે. તંત્ર દ્વારા રાજકોટ અને જામનગર તરફથી આવતી ખાનગી તેમજ સરકારી બસોનું હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બસના તમામ મુસાફરોના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ જ બસોને અમદાવાદ સિટીમાં પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવી રહી છે.
વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..