Placeholder canvas

વાંકાનેર: ઢુવા-માટેલ વિસ્તારમાં ૩ થી ૪ ઈંચ વરસાદ

વાંકાનેર આજે સાંજના સાત વાગ્યાની આસપાસ સમગ્ર વાંકાનેર પંથકમાં વરસાદ શરૂ થયો હતો જેમાં વાંકાનેર શહેર માં આ લખાય છે ત્યારે પણ વરસાદ ચાલુ છે અને દોઢથી બે ઇંચ વરસાદ પડ્યાના માહિતી મળી રહી છે.

આ વરસાદ સમગ્ર વાંકાનેર તાલુકામાં વધતા ઓછા પ્રમાણમાં હોવાના સમાચાર મળ્યા છે. ખાસ કરીને વાંકાનેર થી મોરબી સાઈડમાં ઢુવા માટેલ વિસ્તાર પર પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ લખાય છે ત્યાં સુધીમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે. અને હજુ પણ વરસાદ ચાલુ હોવાની માહિતી મળેલ છે.

રાતીદેવરી, વાકીયા, પંચાસિયા અને મોટા ભોજપરા પણ અઢી થી ત્રણ ઇંચ વરસાદ પડયો હોવાની માહિતી મળી છે.

આ વરસાદથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે, ખેતીના પાકમાં ભારે નુકસાન થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત રોગચાળો પણ વધવાની શક્યતા રહેલી છે. સૌ લોકોએ સાવચેતી રાખવી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો