મોરબી જિલ્લામા વરસાદ: ટંકારાના બે, વાંકાનેરમાં એક ઇંચ
વાંકાનેર- મોરબી – ટંકારા : મોરબી જિલ્લામાં આજે ભાઈ બીજના દિવસે અચાનક વાતાવરણમાં પલ્ટા સાથે ટંકારા, વાંકાનેર અને મોરબીમાં કમૌસમી વરસાદ પડતા ખેડૂતોને ફરીથી પડ્યા પર પાટુ સમાન નુકશાનીની ભીતિ સર્જાય છે.
જયારે આ વરસાદી માહોલથી બેકાબુ બનેલો રોગચાળો વધુ વકરે તેવી દહેશત સર્જાઈ છે. સાંજના 7 વાગ્યે ટંકારા,આ સરકારી ચોપડા મુજબ 56mm એટલે કે બે ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. અને હજુ પણ વરસાદ ચાલુ છે. જયારે વાંકાનેરમાં પ્રથમ વરસાદી છાંટા બાદ મોદી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે.
વાંકાનેર ટંકારા પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. ગાજવીજ અને તોફાની પવન સાથે મોટા ભાગના ગામોમાં ભારે વરસાદથી ખેતરમાથી પાણી નિકળી ગયા છે. આ કમૌસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાની થવાનો ભય છે. જયારે વરસાદ સાથે જ ટંકારા, મોરબી અને વાંકાનેરમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
જુઓ વિડિયો…
કપ્તાનનિ youtube ચેનલ લાઇક કરો, સબશક્રાઇબ કરો. અને બેલ આઇકોન પુસ કરો.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…