મોરબીમાં આજે કુલ 6 અને વાંકાનેરમાં 2 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારની અંદર આજે શુક્રવારે બપોરના સમયે ત્રણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા તે ઉપરાંત આજ બપોર પછીના સમયમાં મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી મુજબ વધુ પાંચ કેસ મોરબી જિલ્લાની અંદર નોંધાઇ ગયા છે જેથી કરીને આજરોજ મોરબી જિલ્લાની અંદર કોરોના પોઝિટિવ કેસની સંખ્યા કુલ મળીને 39 થઇ ગઇ હોવાનું જાણવા મળેલ છે. વાંકાનેર ના આજના બને કેસને રાજકોટમાં ગણવામાં આવેલ છે.તેમનો મોરબી જિલ્લામાં ગણતરીમાં લેવામાં આવેલ નથી.
મોરબી શહેર અને જીલ્લામાં કોરોનાએ માથું ઉંચકિયુ હોય તેમ સાંજના સમયે મોરબી શહેરના માધાપર વિસ્તારની અંદર ૬૦ વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તેવી જ રીતે મોરબી શહેરના પારેખ શેરી વિસ્તારમાં રહેતા યુવાનને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
આ ઉપરાંત થોડા સમય પહેલા મોરબી નજીકના બેલા ગામ પાસે પ્રેક્ટિસ કરતા યુવા ડોકટરને પોઝિટિવ આવ્યો હતો તેના સંપર્કમાં આવેલા અવની ચોકડી પાસે રહેતા એક યુવાનને પણ કોરોના પોઝિટિવ આવે છે. એટલે કુલ મળીને 6 વ્યક્તિઓના મોરબી શહેરની અંદર અત્યારે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ ઉપરાંત વાંકાનેર તાલુકાના કોઠી પ્રા.આ.કેન્દ્ર ખાતેથી લીધેલ સેમ્પલ પૈકી રાજકોટના કરણપરા વિસ્તારના રહેવાસી પતિ પત્નીનો રીપોર્ટ પોઝિટિવ આવેલ છે અને બંને રાજકોટના કાયમી રહેવાસી હોઇ રાજકોટ આરોગ્ય વિભાગને જાણ કરેલ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…