વાંકાનેર: જોધપરમાં ગૌવંશને ભાલા જેવો સળીયો માર્યો
વાંકાનેર તાલુકાના જોધપર ગામ પાસે રખડતા અબોલ ગૌવંશને ભાલ જેવા અણીદાર સળિયા વડે ગંભીર ઇજા કરવામાં આવી હતી જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને વાડીના માલિકની સામે ગુનો નોંધાવવામાં આવેલ છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના જોધપર ગામમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતાં હરજીભાઈ ટીડાભાઈ ટોળીયા જાતે ભરવાડે હાલમાં જોધપર ગામએ જ રહેતા ઉસ્માનભાઈ આહમદભાઈ શેરસિયાની સામે અબોલ જીવ ઉપર અત્યાચાર કરવા સંદર્ભે ફરિયાદ નોંધાવેલ છે.
હરજીભાઈ ટીડાભાઈ ટોળીયા ફરિયાદમાં લખ્યું છે કે તેઓના વાડી વિસ્તારની આસપાસમાં સફેદ કલરનો ગૌવંશ ખુટીયો છેલ્લા દિવસોથી ફરતો હતો જેને ભાલા જેવા અણીદાર સળિયાથી ઠાઠાના ભાગે ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી. પોલીસે આઇપીસીની કલમ ૪૨૯, ૨૯૫ (ક) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…