મોરબી જીલ્લામાં આજે ૨૯ કેસ નોંધાયા, એકનું મૃત્યુ
મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૨૯ કેસ સાથે એક્ટીવ કેસનો સંખ્યા ૩૦૦ પહોચી છે તેમજ ૯૩ દર્દીઓ સાજા થયા છે
મોરબી જીલ્લમાં આજે કોરોના કુલ ૨૯ કેસ નોંધાયા છે.જેમાં મોરબી તાલુકામાં ૩૦ કેસ જેમાં મોરબી ગ્રામ્ય ૯ અને શહેરમાં ૧૧, વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં ૪, ટંકારા ના ગ્રામ્ય વિસ્તારમાં ૪ અને માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં ૧ કેસ નોંધાયો છે જેથી એક્ટીવ કેસનો આંક ૩૦૦ પર પહોચ્યો છે
મોરબી જીલ્લામાં મૃત્યુ આંક વધી રહ્યો છે જેમાં આજે ફરી એક મૃત્યુ નોંધાયું છે.મોરબી શહેરના 85 વર્ષ ના વૃદ્ધનુ કોરોનાના કારણે મૃત્યુ નોંધાયું છે.