Placeholder canvas

ખંભાળિયા બાદ સલાયાથી ઝડપાયો 47 પેકેટ ડ્રગ્સનો જથ્થો…

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકાથી 66 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર ખંભાળિયા નજીકથી 66 કિલો ડ્રગ્સ સાથે એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. આરાધના ધામ પાસે કારમાંથી 16 કિલો હેરોઈન સાથે મોટો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 300 કરોડથી વધુ હોવાની શક્યતા છે.પાકિસ્તાનથી મોકલવામાં આવેલો 300 કરોડનો ડ્રગ્સનો જથ્થો દ્વારકાથી ઝડપાયો હતો.છેલ્લા બે દિવસમાં સુરત, અમદાવાદથી ડ્રગ્સ માફિયાઓના ત્રણ રેકેટનો પર્દાફાશ થયો હતો.

રાજકોટ રેંજ આઈ.જી સંદીપસિગએ પ્રેસ કોંફરન્સ કરી આ મામલે વધુ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, આ મામલે સલીમ કારા અને અલી કારાના ઘરની તપાસ કરવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા વધુ ડ્રગ્સના 47 પેકેટ જપ્ત કરાયા છે. ડ્રગ્સનો જથ્થો દરિયાના રસ્તે પહોંચ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

રાજ્યમાં નશીલા પદાર્થોના સેવન અને હેરાફેરીમાં છેલ્લા દોઢ મહિનામાં કુલ 56 કેસમાં 83 આરોપીની ધરપકડ કરાઇ હતી. 4698.631 કિલો નશીલા પદાર્થ જપ્ત કરાયા છે. છેલ્લા દોઢ મહિનામાં 155 કરોડ 83 લાખ 64 હજાર 413 રુપિયાના નશીલા પદાર્થો જપ્ત કરાયા હતા. રાજ્યમાં છેલ્લા દોઢ મહિનામાં 4,37,58,952ની કિંમતનો 4,377 કિલોથી વધુ ગાંજો ઝડપાયો હતો. ગાંજાના 35 કેસમાં 41 તો અફીણના 6 કેસમાં 9 આરોપી ઝડપાયા છે. 11,77,026ની કિંમતનું 6 કિલો 811 ગ્રામ અફીણ ઝડપાયું છે. દોઢ મહિનામાં ચરસના એક કેસમાં ત્રણ, હેરોઈન અને બ્રાઉન સુગરના બે કેસમાં 8, અન્ય અને સિંથેટિક ડ્રગ્સના 12 કેસમાં 22 આરોપી ઝડપાયા. 26,21,250ની કિંમતનું 17 કિલો 475 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું તો 1,08,05,685ની કિંમતનો 266 કિલો 849 ગ્રામ અન્ય ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો.

આ સમાચારને શેર કરો