મોરબી જિલ્લામાં રેકોર્ડબ્રેક એક જ દિવસમાં 43 કેસ નોંધાયા, એકનું મૃત્યુ

આજે 43 નવા કેસ નોંધાયા, 11 લોકો સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, 1નું મૃત્યુ થયુ છે : જિલ્લાના કુલ કોરોના કેસ થયા 337

મોરબી : મોરબી જિલ્લામાં આજે જાણે કોરોના વિસ્ફોટ થયો છે. આજે આઍક જ દિવસમાણ કોરોના 43 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેથી કોરોનાના કુલ કેસનો આંકડો 337 થઈ ગયો છે. જ્યારે આજે 11 દર્દીઓ સાજા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેથી સાજા થયેલા દર્દીઓનો આંકડો 168 થયો છે. આ સાથે આજે એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. જેથી કુલ મૃત્યુ આંક 21 થયો છે. જ્યારે જિલ્લામાં હાલ એક્ટિવ કેસ 148 થયા છે.

આજે મોરબી જિલ્લામાં 43 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં મોરબીમાં 33, વાંકાનેરમાં 4, ટંકારામાં 3, હળવદમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સાજા થયેલા દર્દીઓમાં મોરબીના 10 ટંકારાના 1 દર્દીને સારું થઈ જતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આ સમાચારને શેર કરો