વાંકાનેર :કોઠારિયાની સીમમાંથી જુગાર રમતા 4 શખ્સો પકડાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જળેશ્વર કોઠારીયા ગામની સીમમાંથી જાહેરમાં 4 ઇસમોને જુગાર રમતા રોકડ રૂ. 30,200 સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

ગઈકાલે તા. 6ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ ટીમ દ્વારા જળેશ્વર કોઠારીયા વાડી સીમ વિસ્તારમાં જેરામભાઈ નાનજીભાઈ કોળીની વાડીની બાજુમા શેઢા પાસે બાવળ નીચે જાહેરમાં 4 ઇસમોને જુગાર રમતા રોકડ રૂ. 30,200 સાથે પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ જેરામભાઈ નાનજીભાઈ કોબીયા (ઉ.વ. 45, ધંધો.ખેતી, રહે. કોઠારીયા, તા.વાંકાનેર), મનહરભાઈ સવજીભાઈ દેત્રોજા (ઉ.વ. 58, ધંધો.ખેતી, રહે.હાલ રવાપર રોડ, હરી દર્શન, એપાર્ટમેન્ટ, ઉમીયા સોસાયટી, મોરબી, મુળ ગામ, જુનુ સજનપર, તા. ટંકારા), દીનેશભાઈ શીવાભાઈ દેસાઈ (ઉ.વ. 39, ધંધો ખેતી, રહે. સજ્જનપર (જુના) ગૌશાળાની બાજુમાં, તા.ટંકારા) તથા વિરમભાઈ ભાણજીભાઈ મકવાણા (ઉ.વ. 35, ધંધો. મજુરી, રહે. કોઠારીયા, તા.વાંકાનેર) વિરૂધ્ધ જુગારધારા કલમ 12 મુજબનો ગુન્હો રજી. કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ સમાચારને શેર કરો