Placeholder canvas

વાંકાનેર નજીક અંગત અદાવતમાં બઘડાટી : ત્રણ વ્યક્તિ ઘાયલ

વાંકાનેર : વાંકાનેર નજીક થોડા દિવસો પહેલા અંગત અદાવતમાં બઘડાટી બોલી ગઈ હતી. જેમાં ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ બનાવમાં છ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે ગત તા.2 ના રોજ થયેલી આ મારામારીના બનાવમાં આટલી મોડી ફરિયાદ નોંધાતા પોલીસની કાર્યવાહી ઉપર સવાલ ઉઠ્યા છે.

આ બનાવની વાંકાનેર પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના વીસીપરા અપાસરા શેરીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજાએ વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં રહેતા રણજીતસિંહ અરજણભાઈ પઢીયાર, ક્રિતીભાઈ ભુપતભાઇ પઢીયાર, પ્રદ્યુમનભાઈ ભુપતભાઇ પઢીયાર, રાજ ઉર્ફે કાળુંભાઈ રણજીતભાઈ પઢીયાર, પૃથ્વીરાજ રણજીતભાઈ પઢીયાર, રાજેશભાઈ હનુભાઈ પઢીયાર સામે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. 2 મેના રોજ ફરિયાદીના દીકરા પ્રદ્યુમનસિંહ સરધારકા રોડ પરની ફાટક પાસે ઉભા હતા. તે સમયે બીજા નંબરના આરોપીએ ત્યાં મોટર સાયકલમાં આવીને કહ્યું હતું કે ‘તું અવારનવાર બબાલ કરીને ગાળો કેમ આપે છે મારો શુ વાંક છે?’ તેમ કહેતા ઝઘડો થવાથી ફોન દ્વારા જાણ થતાં ફરિયાદી અને સાહેદો તેમજ અન્ય આરોપીઓ આવી જતા વીસીપરા રામકૃષ્ણ સીરામીક.પાસે મારામારી થઈ હતી.

જેમાં આરોપીઓએ ફરિયાદી તથા બે સાહેદોને ધોકા વતી અને ઢીકાપાટુનો.માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ઘાયલ ઘયેલા ત્રણ વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ મારામારીનો બનાવ તા.2 ના રોજ બન્યો હતો. ત્યારબાદ ફરિયાદી પક્ષના લોકો અવારનવાર ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે ગયા હતા. પણ પોલીસે ફરિયાદ નોંધી જ ન હતી. જોકે ફરિયાદીના ભાઈ અન્ય જગ્યાએ પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા હોવા છતાં પોલીસ ખાતાએ નિયમ મુજબ કાર્યવાહી કરી ન હોય સામાન્ય માનવીની કેવી હાલત થતી હશે. દરમિયાન આજે ઉપરથી પ્રેશર આવતા પોલીસને ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/ERzDFIltsj8AOAiKMP27Ua

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો