રાજકોટથી 3,જામનગરથી 1 વ્યક્તિઓ વાંકાનેર પહોંચ્યા : ચારેય સામે ગુનો નોંધાયો

વાંકાનેર : કોરોના હોટ સ્પોટ ક્ષેત્રોમાંથી લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ છે. આ કારણે આવા વિસ્તારોમાંથી લોકો બીજા વિસ્તારમાં જાય તો કોરોનાનું બીજા લોકોમાં સંક્રમણ થવાનો મોટો ખતરો રહે છે. આ માટે કડક જાહેરનામું અમલમાં હોવા છતાં ઘણા લોકો જોખમી મુસાફરી કરીને બીજા પર જોખમ વધારી રહ્યા છે. ત્યારે રાજકોટ અને જામનગરથી જોખમી રીતે મુસાફરી કરીને અન્યો ઉપર મહામારીનું જોખમ વધારીને વાંકાનેર આવેલા ચાર વ્યક્તિઓ સામે પોલીસે જાહેરનામાના ભંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. વશરામભાઇ દેવાયતભાઇએ ફરિયાદ નોંધાવી હતી કે હાલ રાજકોટ ભાવનગર રોડ થોરાળા પોલીસ સ્ટેશનની બાજુમાં વિજયનગર શેરી નં. ૧૦ રમેશભાઇ નાથાભાઇ સાગઠીયાના મકાનમાં રહેતા અને મુળ રહે. વાંકાનેરના પીપળીયા રાજ ગામના વતની બાલુબેન મોહનભાઇ ચૈાહાણ (ઉ.વ. ૬૦), અશ્વિનભાઇ મોહનભાઇ ચૈાહાણ (ઉ.વ. ૩૨), મુકેશભાઇ મોહનભાઇ ચૈાહાણ (ઉ.વ. ૨૮) નામના ત્રણ વ્યક્તિઓ હાલમાં લોકડાઉન હોવાનું જાણતા હોવા છતા તેઓ રાજકોટ ખાતેથી તેમના વતન ધરે વાંકાનેર તાલુકાના પીપળીયા ગામે આવી કોરોના વાયરસનુ સંક્રમણ વધે તેવુ બેદરકારી પુર્વકનુ કૂત્ય કર્યું હોવાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ઉપરાંત હાલ જામનગર સેટેલાઇટ સોસાયટી મોરકંડા રોડ પર યુનુસભાઇ જીવાભાઇ ભોરણીયાને ત્યા રહેતા મુળ વાંકાનેરના પીપળીયા રાજ ગામના વતની મરીયમબેન વલીમામદભાઇ માથકીયા (ઉ.વ. ૭૫) નામના વૃદ્ધા જોખમી રીતે લોકડાઉનનો ભંગ કરીને જામનગરથી વાંકાનેર તેમના મૂળ વતને પહોંચ્યા હતા. આથી, પોલીસે તેમની સામે પણ જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લઈને આ ચારેય વ્યક્તિઓના હેલ્થની ચકાસણી કરીને કોરોન્ટાઇન કરાયા છે.

આ સમાચારને શેર કરો