સુરતમાં 24 કલાકમાં 3 હત્યા

સુરત શહેરમાં સતત હત્યાની ઘટનાઓમાં નોંધનીય વધારો થઈ રહ્યો છે. વધતી હત્યાઓ પોલીસ માટે પણ પડકારજનક બની રહી છે. ગુનેગારોને જાણે કોઈ પણ પ્રકારનો કાયદાનો ડર ન હોય તે રીતે જાહેરમાં જ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને હત્યા કરી રહ્યા છે.

વરાછા, અમરોલી અને લિંબાયત વિસ્તારની અંદર એક બાદ એક હત્યાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર કામે લાગ્યું છે. 24 કલાકમાં 3 હત્યાઓ થઈ છે. જેમાં વરાછામાં સરાજાહેર ચપ્પુના ઘા ઝીંકી અંગત અદાવતમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

આ સમાચારને શેર કરો