Placeholder canvas

વાંકાનેર: મકતાનપર સ્મશાન પાછળ દેશી દારૂનો મુદામાલ ઝડપાયો

વાંકાનેરમાં મક્તાનપર ગામના સ્મશાન પાછળ દેશી દારૂના મુદામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે સીલાઇ કામના ધંધાર્થીને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસની ટીમ મક્તાનપર ગામમાં પેટ્રોલીંગમાં હતી. એ સમયે ગામના સ્મશાન પાછળ આવેલ ખરાબામાં સીલાઇ કામના ધંધાર્થી જીતેશ ઉર્ફે જીતો કરમશીભાઇ અબાસણીયા ૬૦૦ની કિમતનો દેશી પીવાનો દારૂ બનાવવાનો ૩૦૦ લીટર ઠંડો આથો અને રૂપિયા ૨,૬૬૦ની કિમતના ભઠ્ઠી ગાળવાના સાધનો સહિત કુલ રૂપિયા ૩,૨૬૦ના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપાયો હતો. જેથી પોલીસે પ્રોહી. એકટ કલમ-૬૫(બી),(સી),(ડી),(એફ) મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

આ સમાચારને શેર કરો