skip to content

રાજકોટ: કો૨ોનાએ સિવિલ–ખાનગી હોસ્પિટલમાં ૨૭ના જીવ લીધા

રાજકોટ: કો૨ોના હજૂએ થંભવાનું નામ લેતો નથી દિન–પ્રતિદિન કો૨ોનાનું સંક્રમણ વધવાની સાથે પોઝીટીવ કેસની સંખ્યામાં પણ વધા૨ો થઈ ૨હયો છે. જેની સામે ૨ાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સા૨વા૨માં ૨હેલાં દર્દીઓના ટપોટપ મોત થઈ ૨હયાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨ાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ૨૭ના મૃત્યું નિપજયાં છે. જેમાં ૨ાજકોટ શહે૨ના જ ૧૮, ગ્રામ્ય વિસ્તા૨ના ૬ અને અન્ય જિલલાના ૩ દર્દીઓનો સમાવેશ થાય છે.

છેલ્લા બે દિવસમાં પપ લોકોને કો૨ોના કારણે મોત થયા છે. હજૂ આવતાં દિવસોમાં પણ કો૨ોના ઘાતક સ્વપ ધા૨ણ ક૨શે તેમ ૨ાજયના આ૨ોગ્ય વિભાગ દ્રા૨ા જણાવવામાં આવ્યું છે. જે બાદ કો૨ોનાનું સંક્રમણ એકાએક ઓછું પણ થઈ જશે તેમ વધુમાં ઉમેયુ હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

રાજકોટ જિલ્લા પંચાયતના પાંચ કર્મચારી અને ૧૧ તલાટીને કોરોના પોઝિટિવ

રાજકોટ જિલ્લા પંચાયતના 5 કર્મચારી અને રાજકોટ સહિત જુદા–જુદા તાલુકાઓમાં ફરજ બજાવતા 11 તલાટીઓને કોરોના પોઝિટિવ હોવાથી હાલની પરિસ્થિતિમાં ઓછી જરૂરી હોય તેવી કામગીરી મોકૂફ રાખવાની માંગણી રાજકોટ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ચિરાગભાઈ ગેરૈયાએ કરી છે. તલાટી મંડળના પ્રમુખ ચિરાગભાઈ ગેરૈયા ઉપરાંત રાજકોટ તાલુકા વિકાસ અધિકારી અને અન્ય ત્રણ તલાટી મંત્રીઓને રાજકોટ તાલુકામાં કોરોના પોઝિટિવ થયો છે. આમ કુલ જિલ્લા પંચાયતના પાંચ કર્મચારીઓ અને 11 તલાટી કોરોના સંક્રમિત થયા છે.

આ સમાચારને શેર કરો