હજુ છત્રી કે રેઇનકોટ મૂકી ન દેતા: ગુરૂવારથી ફરી વરસાદની આગાહી…

અરબી સમુદ્રના પૂર્વ –મધ્ય ભાગમાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગપે આવતીકાલથી ગુજરાતમાં ફરી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ કાલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ડાંગ, વલસાડ,સુરત અને નવસારી જિલ્લામાં વરસાદની શકયતા છે. ગુરૂવારે સૌરાષ્ટ્ર્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ ઉપરાંત ગુજરાતમાં ગાંધીનગર, મહીસાગર,અરવલ્લી, ખેડા, અમદાવાદ,આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લામાં વરસાદની શકયતા છે. શુક્રવારે સૌરાષ્ટ્ર્રમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર અને કચ્છમાં વરસાદ પડશે તેમ હવામાન ખાતુ જણાવે છે. સૌરાષ્ટ્ર્ર ઉપરાંત ગુજરાતમાં શુક્રવારે અમદાવાદ, આણદં અને પંચમહાલ જિલ્લામાં વરસાદની શકયતા છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ અને સાઇકલોનિક સકર્યુલેશનને કારણે કાલથી પવનની ગતિમાં જોરદાર વધારો થશે અને પ્રતિ કલાકના ચાલીસ કિલોમીટર સુધી પવનની ઝડપ થઈ જશે. આ ઉપરાંત ગાજ-વીજ સાથે વરસાદની શકયતા છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •