skip to content

મોરબી જિલ્લામાં 21 વ્યકતિનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઘરેથી હોસ્પિટલમા અને 25 દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી ઘરે…

મોરબી જિલ્લાના કુલ કેસનો આંક 471 થયો…

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. જેમની સામે રાહતના સમાચાર એ છે કે 25 દર્દીઓ સાજા થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.આ સાથે મોરબી જિલ્લામાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 471 થઈ છે. જેમાંથી 287 દર્દીઓ સાજા થયા છે. 34 દર્દીઓના મોત નિપજ્યા છે. અને હાલ 150 દર્દીઓ સારવાર હેઠળ છે.

આજે જે 21 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે તેમાંથી 20 કેસ મોરબીના છે અને 1 કેસ હળવદનો છે. તેમજ j25 દર્દીઓ સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે તેમાં મોરબીના 18 દર્દીઓ, ટંકારા 5 દર્દીઓ અને વાંકાનેરના 2 દર્દીઓનો સમાવેશ થાય છે.

વાંકાનેરમાં સાજા થયેલા દર્દીઓ

(1) 59 વર્ષ, મહિલા, જિનપરા ચોક, વાંકાનેર, (2) 30 વર્ષ, પુરુષ, જિનપરા ચોક, વાંકાનેર

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો