skip to content

મોરબી-માળીયા બેઠક ઉપરથી 182 વિદ્યાર્થીઓ ચૂંટણી લડશે..!!!

મોરબી : GPSCની પરીક્ષામાં થયેલા અન્યાય સામે લડત આપવા માટે રચાયેલી શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ આજે મોરબી આવી પહોંચી હતી. અહીં આ સમિતિ દ્વારા જો સોમવાર સુધીમાં અન્યાય દૂર કરવામાં નહિ આવે તો 182 વિદ્યાર્થીઓ ચૂંટણીમાં ઝંપલાવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.

મોરબીમાં આજે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. GPSCની પરીક્ષામાં અન્યાય થયાની રાવ સાથે આ સમિતિ દ્વારા ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો સાથે બેઠક પણ કરી હતી. બાદમાં આ સમિતિના આગેવાન દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે અન્યાય દૂર કરવા સરકારને તેઓ આગામી સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપે છે.

જો આ અન્યાય દૂર નહિ થાય તો સોમવારે 124 વિદ્યાર્થીઓ રૂબરૂ અને 58 વિદ્યાર્થીઓ ઓનલાઇન મળી કુલ 182 વિદ્યાર્થીઓ મોરબી- માળિયા વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે. અને ત્યારબાદ આ વિદ્યાર્થીઓ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરી તેઓને મત ન આપવાની અપીલ કરશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો