ઓખા-મુંબઈ સૌરાષ્ટ્ર મેલ 17 ઓક્ટોમ્બેરથી ચાલુ થશે, આજથી થયું બુકિંગ શરૂ
મુસાફરોએ સરકારના તમામ નિયમોનું પાલન કરવું પડશે
રેલવે મંત્રાલય દ્વારા યાત્રિકોની સુવિધા માટે ઓખાથી મુંબઈ જવા માટે 17 ઓક્ટોબરથી તથા મુંબઈથી ઓખા માટે 15 ઓક્ટોબરથી સ્પેશિયલ ટ્રેન શરૂ કરાશે. જે માટેનું બુકિંગ આજથી શરૂ થઈ ગયું છે. આ ટ્રેન સંપૂર્ણ આરક્ષિત રહેશે. જનરલ કોચ નહીં હોય પરંતુ જનરલ કોચમાં પણ રિઝર્વેશન રહેશે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું યાત્રિકોએ પાલન કરવાનું રહેશે. મુસાફરોએ ટ્રેનના સમય કરતા દોઢ કલાક વહેલું સ્ટેશન પર પહોંચવું પડશે. દરેક યાત્રિકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે.
સૌરાષ્ટ્ર મેલ ઓખાથી 17 તારીખે ઉપડશે
ટ્રેન નંબર 02946 ઓખા-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ ઓખાથી 17 ઓક્ટોબરથી બપોરે 13.10 વાગ્યે ઉપડશે. રાજકોટ તેજ દિવસે સાંજે 17.45 વાગ્યે પહોંચશે અને બીજા દિવસે સવારે 07.10 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર પહોંચશે.