જામનગરના કુખ્યાત શખ્સનો ભાઈ વાંકાનેરથી ઝડપાયો
જામનગરના નામચીન જયેશ પટેલ ગેંગના સાગરિત અન રજાક સોપારીના ભાઈને રાજકોટ રેંજની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રાજકોટ રેંજના ડી.જી.આઈ.પી.ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. જે એસ ડેલાની સુચનાથી જામનગરના બિલ્ડર ગીરીશભાઈ ડેર પાસેથી નામચીન જયેશ પટેલે કાવતરું રચી આરોપી હુશૈન દાઉદ ચાવડા રહે-જોડિયા ભૂંગા જી.જામનગર વાળો જામનગરના માથાભારે અને નામચીન રજાક સોપારીનો ભાઈ હોય તેના મળતિયાઓ મારફત લાલપુર ચોકડી ક્રિષ્ના પાર્ક પાસે બિલ્ડર ગીરીશભાઈ ઉપર ફાયરીંગ કરાવી જીવલેણ હુમલો કરાવેલ જે અનુસંધાને પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયેલ હતો જે આધારે બનાવ બન્યા બાદ આરોપી પોલીસ ધરપકડથી બચવા ગુજરાત બહાર યુ.પી., રાજસ્થાન બાજુ નાશી ગયેલ હતો આજને તે રાજસ્થાનથી ટ્રકમાં બેસી ગુજરાતમાં પરત ફરતો હોવાથી મળેલ બાતમીના આધારે રાજકોટ રેંજની ટીમે આરોપી હુશેન દાઉદ ચાવડાને વાંકાનેર બાઉન્ડ્રી ખાતે ટ્રકમાંથી ઉતારી જામનગર બાજુ જવાની પેરવીમાં હતો દરમિયાન તેને ઝડપી પાડ્યો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.