skip to content

રાજકોટના કોરોનાગ્રસ્ત યુવક સાથે મુસાફરી કરનાર મોરબી જિલ્લાના 13 લોકોની આરોગ્ય તપાસ કરાય

વાંકાનેરના 4 અને માળિયાના 9 લોકોને સિવિલ હોસ્પિટલમાં રખાયા : હાલ કોઇમાં કોરોનાના લક્ષણ દેખાતા ન હોવાનું અનુમાન

મોરબી : કોરોનાએ ગુજરાતમાં પગપેસારો કરી દીધો છે. પ્રથમ બે કેસ રાજકોટ અને સુરતમાં નોંધાયા છે. ત્યારે રાજકોટના કોરોનાગ્રસ્ત દર્દીની સાથે ટ્રેનમાં મુસાફરી કરનાર વાંકાનેરના 4 અને માળિયાના 9 દર્દીઓની ઓળખ થતા તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા છે. આ તમામમાં કોરોનાના કોઈ લક્ષણ દેખાતા ન હોવાનું અનુમાન હાલ જાણવા મળી રહ્યું છે. તેમ છતાં સુરક્ષાની દ્રષ્ટિએ આ લોકોને કયા રાખવા તે અંગે આરોગ્ય તપાસ પૂર્ણ થયે નિર્ણય લેવાશે તેવું જાણવા મળી રહ્યું છે.

કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાત સરકારે છેલ્લા ઘણા સમયથી આગોતરી તૈયારી કરી લીધી હોવા છતાં પણ ગુજરાતમાં કોરોનાનો પ્રવેશ થઈ ગયો છે. ગઈ કાલે રાજકોટના જંગલેશ્વરમાં રહેતા એક યુવકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવક હજ પઢવા મકા મદીના ગયો હતો અને ત્યાં કોરોના વાયરસનો ભોગ બન્યો હતો. આ બનાવને ધ્યાને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટરે તુરંત જ આ યુવકના પરિવારજનો સહિતના 17 લોકોને ક્વોરોન્ટાઇન ફેસેલિટીમાં ખસેડયા હતા. અને યુવક ટ્રેનમાં કેટલા લોકોના સંપર્કમાં આવ્યો હતો તેનું સર્ચ ઓપરેશન શરૂ કરાવ્યું હતું.

આ સર્ચ ઓપરેશનમાં આ યુવક ટ્રેનમાં વાંકાનેરના 4 તથા માળિયા 9 મળીને મોરબી જિલ્લાના કુલ 13 લોકોના સંપર્કમાં આવ્યો હોવાનું ખુલતા મોરબી આરોગ્ય વિભાગ તુરંત જ હરકતમાં આવી ગયું હતું. આ તમામ 13 લોકોને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા છે. હાલ તેઓના આરોગ્યની પ્રાથમિક તપાસણી થઈ રહી છે. અધિક જિલ્લા કલેક્ટર કેતન જોશી પણ હોસ્પિટલમાં ખડેપગે રહીને સમગ્ર મામલાનું નિરીક્ષણ કરી રહ્યા છે. જોકે હજુ સુધી આ 13 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી.

અમારા માહિતી સોર્સ દ્રારા મળેલ માહિતી મુજબ આ જંલેશ્વરનો યુવક જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે મક્કા મદીનાથી ઉમરા કરીને 8મી માર્ચના રોજ પરત ફર્યા છે. તેઓ મુંબઇ સુધી બાય એર અને મુંબઈથી રાજકોટ સુધી ટ્રેનમાં (જનતામાં) મુસાફરી કરી હતી. આ યુવક નવમી માર્ચના રોજ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે બતાવવા ગયો હતો. ત્યારબાદ આ યુવકે પ્રાઇવેટ ડોક્ટર પાસેથી સારવાર લીધી હતી અને ઘણા બધા લોકો ને મળેલ છે. આ યુવક લગભગ દસ દિવસ રાજકોટમાં રહ્યો છે અને ફર્યો છે. જો આ વિદેશ પ્રવાસ કરીને આવેલા યુવકને 9 તારીખ થી જ ઓબજર્વમાં રાખ્યો હોત તો તેમને વહેલી સારવાર મળી હોત અને તેમના સંપર્કમાં લોકો આવ્યા ન હોત.

અગમચેતી રૂપે વાંકાનેરમાંથી ચાર લોકોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે. આ ચાર લોકો રાજકોટના કોરાનાગ્રસ્ત યુવકની સાથે ઉમરાહ કરવા ગયા હતા તેઓ પણ 8 તારીખથી વાંકાનેરમાં આવી ગયા છે. ત્યારે તંત્ર આજે દસ દિવસ બાદ જાગ્યું છે….

શું વિદેશથી આવતા પ્રવાસીઓ નું લીસ્ટ પ્રવાસીઓના વિસ્તારમાં નથી પહોંચતું? જો નો પહોંચતું હોય તો એ પણ ઘોર બેદરકારી જ કહેવાય. અને જો પહોંચ્યું હોય ત્યાર પછી તંત્ર જાગ્યું ન હોય તો તેમની પણ ઘોર બેદરકારી કહી શકાય. આ રાજકોટના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની સાથે ઉમરાહમાં મક્કા મદીના આખું ગ્રુપ હતું એ ગ્રુપની તપાસ કરવી ખૂબ જરૂરી છે. આ આખું ગ્રુપ છેલ્લા દસ દિવસથી જાહેરમાં રહે છે. જ્યારે બીજા તેના સંપર્કમાં આવેલા ઘણા બધા લોકોને એમનો ચેપ લાગવાનો ભય રહેલો છે. વાંકાનેરના જે 4 લોકોને ગતરાત્રે મોરબી લઈ જવામાં આવ્યા છે તે લોકો વિદેશ પ્રવાસ કરીને 8 તારીખે પરત ફરેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો