કોરોનાનો શંકાસ્પદ કેસ સામે આવતા રાજકોટથી મેડીકલ કોલેજની ટીમ મોરબી પહોચી
મોરબીમાં ગઈકાલે કોરોનાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો હતો જેથી યુવાનને સેમ્પલ લઈને જામનગર મોકલાવવામાં આવ્યા છે જેનો રીપોર્ટ હજુ આવ્યો નથી જો કે, હાલમાં રાજકોટથી મેડીકલ કોલેજની ટીમ મોરબી પહોચી છે અને મોરબી સિવિલના આઈસોલેશન વોર્ડના ફરજ બજાવતા સ્ટાફને જરૂરી તાલીમ આપવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યું હતુ.
મોરબીના જે યુવાનના હાલમાં સેમ્પલ લેવામાં આવ્યા છે તે એકસપોર્ટના બિઝનેશ સાથે સંકળાયેલ છે અને તેના ધંધાના કામથી વિયેતનામ ગયો હતો અને બે દિવસ પહેલા જ ત્યાંથી પરત મોરબી આવ્યો હતો દરમ્યાન યુવાનને કોરોના હોવાની શક્યતા હતી માટે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે તેનો રીપોર્ટ હજુ જામનગરથી આવ્યો નથી ત્યાં આ યુવાનને મોરબી સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં રાખવાના બદલે તેને ઘરે જવું હોવાથી તે પોતાની મેળે સિવિલમાંથી ઘરે જતો રહ્યો હતો માટે જો આ યુવાનનો રીપોર્ટ પોઝીટીવ આવે તો તે યુવાન જેટલા લોકોના સંપર્કમાં આવે તે જોખમી બની શકે…
લોકોની સલામતી અને સુખાકારી માટે જીલ્લાના અધિક કલેકટર કેતનભાઈ જોશી, પીઆઈ આર.જે.ચૌધરી સહિતના અધિકારીઓ સિવિલે રાતે જ દોડી આવ્યા હતા અને જે યુવાન સેમ્પલ આપીને આઇસોલેશન વોર્ડમાં રહેવાના બદલે ઘરે જતો રહ્યો હતો તેને રાતે જ સમજાવીને ઘરેથી લઇ આવીને મોરબી સિવિલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો હતો ત્યાર બાદ ગઈકાલે સિવિલમાં બનેલા બનાવ જેવો બનાવ ફરી ન બને તે માટે સિવિલના આઈસોલેશ વોર્ડની સિક્યુરીટી વધારી દેવામાં આવી છે અને હાલમાં રાજકોટથી મેડીકલ કોલેજની ટીમ મોરબી પહોચી છે અને મોરબી સિવિલના આઈસોલેશન વોર્ડના ફરજ બજાવતા સ્ટાફને જરૂરી તાલીમ આપવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યું છે