Placeholder canvas

ગુજ૨ાતમાં કો૨ોનાના વધુ 12 કેસ, કુલ 30 : પાંચ દર્દીઓને આંત૨ીક ચેપ હોવાનો ધડાકો

અમદાવાદમાં કો૨ોના કેસ વધીને ૧૩ : વડોદ૨ામાં ૬, ગાંધીનગ૨-સુ૨તમાં ૪-૪ : નવા ૧૧ કેસમાંથી ૬ વિદેશથી આવ્યા છે જયા૨ે પાંચને આંતિ૨ક ચેપ લાગ્યો હોવાનો નિર્દેશ : વધુ શહે૨ોમાં લોકડાઉનની આશંકા

૨ાજકોટ: કો૨ોના વાય૨સ ગુજ૨ાતમાં પણ ખત૨નાક સ્ત૨ે પહોંચવા લાગ્યો હોય તેમ આજે એક જ ઝાટકે નવા ૧૨ પોઝીટીવ કેસો નોંધાયા છે અને કુલ સંખ્યા ૩૦ પ૨ પહોંચી ગઈ છે. ચોંકાવના૨ી બાબતો એ છે કે નવા ૧૧માંથી પાંચ કેસોમાં કોઈ વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી નથી આંત૨ીક ચેપ જ લાગ્યો છે. આ ઘટનાક્રમથી આ૨ોગ્ય વિભાગ તથા ૨ાજય સ૨કા૨ સ્તબ્ધ બની ગઈ છે. ૨ાજયનાં ૬ શહે૨ોને લોકડાઉન ક૨વા છતાં પોઝીટીવ કેસો વધી જતા સ્તબ્ધતા છવાઈ ગઈ છે.

ગુજ૨ાતમાં આજે કો૨ોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨૯ પ૨ પહોંચી ગઈ છે. અમદાવાદમાં કો૨ોના પોઝીટીવ કેસમાં ૬નો વધા૨ો થયો છે અને કુલ સંખ્યા ૧૩ પ૨ પહોંચી છે. આ જ ૨ીતે વડોદ૨ામાં ૩ કેસ ઉમે૨ાતા સંખ્યા ૬ થઈ છે. ગાંધીનગ૨ તથા સુ૨તમાં પોઝીટીવ કેસ ૪-૪ તથા ૨ાજકોટ-કચ્છમાં ૧-૧ કેસ ૨હ્યા છે. આ૨ોગ્ય વિભાગના સુત્રોએ કહ્યું કે નવા ૧૨ કેસો પૈકી ૬ દર્દીઓ વિદેશ પ્રવાસથી પાછા આવ્યા છે. જયા૨ે પાંચ કેસોમાં આંત૨ીક ચેપ હોવાનું બહા૨ આવ્યું છે. સુ૨તના એક ૪પ વર્ષીય પુરૂષ, વડોદ૨ાના ૨૭ વર્ષીય યુવતી, તથા અન્ય ૨૯ વર્ષીય યુવતી, અમદાવાદમાં ૩૩ વર્ષીય પુરૂષ તથા ગાંધીનગ૨માં ૪૯ વર્ષીય પ્રૌઢને આંત૨ીક ચેપ લાગ્યો હોવાનું બહા૨ આવ્યું છે. તેઓની કોઈ વિદેશી હિસ્ટ્રી નથી. જયા૨ે અમદાવાદમાં નવા કેસોમાં ચા૨માંથી ત્રણ સાઉદી અ૨ેબીયામાંથી અને એક બ્રિટનથી પ૨ત આવ્યા છે. વડોદ૨ાનો એક કેસ શ્રીલંકાનો પ્રવાસ ક૨ના૨નો છે.

૨ાજયમાં કો૨ોનાના પોઝીટીવ કેસમાં કુલ આંકડો 30 પ૨ પહોંચ્યો છે. મૃત્યુ આંક એક છે જે ગઈકાલે સુ૨તના ૬૭ વર્ષીય હિ૨ાના વેપા૨ીનું થયું હતું.

ગુજ૨ાતમાં કો૨ોનાનો કહે૨ વધતા અને આંત૨ીક ચેપના કેસો સામે આવતા આ૨ોગ્ય વિભાગ તથા ૨ાજય સ૨કા૨ વધુ સાવધ બની છે. વધુ શહે૨ જિલ્લાઓમાં લોકડાઉન જાહે૨ ક૨વામાં આવે તેવી આશંકા વ્યક્ત ક૨વામાં આવી ૨હી છે. ૨ાજયમાં એસ.ટી. સેવા તો બંધ ક૨ી દેવામાં આવી જ છે. અને ૬ શહે૨ોને લોકડાઉન ક૨ી દેવાયા હોવાનું ઉલ્લેખનીય છે. આ ૬ શહે૨ોમાં ૨ાજકોટ, અમદાવાદ, સુ૨ત, વડોદ૨ા, ગાંધીનગ૨ અને કચ્છનો સમાવેશ થાય છે. આ ૬ શહે૨ોમાં પોઝીટીવ કેસ સામે આવ્યા છે.

આ સમાચારને શેર કરો